કોઇ સરકારી અધિકારી, પ્રધાન કે ધારાસભ્યે મિડિયા સાથે વાત કરવી નહિ

ન્યુ દિલ્હી,
દિલ્હીની અરવિંદ કેજરીવાલ રાજ્ય સરકારે એવો આદેશ બહાર પાડ્યો હતો કે કોઇ સરકારી અધિકારી, પ્રધાન કે ધારાસભ્યે મિડિયા સાથે વાત કરવી નહીં. ફેસબુક કે ટ્વીટર જેવા સોશ્યલ મિડિયા પર પણ કોઇ માહિતી મૂકવી નહીં. આ આદેશનો ભંગ કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે. સેન્ટ્રલ સિવિલ સર્વિસ એક્ટ (સીસીએસ) ૧૯૬૪ અન્વયે આ આદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો. આદેશમાં વધુમાં જણાવાયા મુજબ રાજ્યને લગતી કોઇ પણ માહિતી સોશ્યલ મિડિયા પર મૂકવા અગાઉ સંબંધિત ખાતાના વડાની લેખિત પરવાનગી લેવી અનિવાર્ય છે. એનો ભંગ કરનારા સામે શિસ્તભંગના આકરાં પગલાં લેવામાં આવશે. આ આદેશની નકલ તમામ સરકારી વિભાગોમાં મોકલી આપવામાં આવી છે. રાજ્ય સરકારનો એવો દાવો છે કે ભ્રષ્ટ અધિકારીઓને કાબુમાં લેવા માટે આ આદેશ તૈયાર કરાયો હતો.