દિલ્હી એરપોર્ટ પર ફરજ બજાવતા જવાને મહિલાના ૧૫ લાખના દાગીના ચોર્યા

ન્યુ દિલ્હી,
પાટનગર નવી દિલ્હીના એક એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા સીમા સુરક્ષા દળના જવાન નરેશ કુમારે એક મહિલાના ૧૫ લાખ રૂપિયાના આભૂષણો ચોરી લીધા હતા. એની ટૂ્ંક સમયમાં બાગડોગરા બદલી થવાની હતી. એ પહેલાં એને રાતોરાત શ્રીમંત થઇ જવાની લાલચ જાગતાં એણે આ ચોરી કરી હતી. સીટીટીવીમાં એ ઝડપાઇ ગયો હતો. ચોરી કરી એ દિવસે એ દિલ્હી એરપોર્ટ પર બાગડોગરાની ફ્લાઇટની વાટ જાઇ રહ્યો હતો.
ફરિયાદી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે સિક્્યોરિટી અને બો‹ડગ એરેંજમેન્ટ પતાવ્યા બાદ હું ફ્લાઇટની વાટ જાતી એેક ખુરસી પર બેઠી હતી અને મારી ઘરેણાંની બેગ ખુરસીની નીચે મૂકી હતી. થોડીવારે મારા ધ્યાનમાં આવ્યું હતું કે મારી બેગ ગૂમ થઇ હતી. મેં તરત રાડારાડ કરી હતી અ્ને પોલીસને ફરિયાદ કરી હતી.
ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ડીઆઇજી સંજીવ ભાટિયાએ કÌšં હતું કે અમે સીસીટીવી પર નજર કરી ત્યારે સીમા સુરક્ષા દળના જવાનને આ બેગ લઇ જતો જાયો. તરત પોલીસ સક્રિય થઇ હતી અને શ્રીનગર જવા માટે બેઠેલી મહિલાની બેગ આ જવાન ઊઠાવી ગયો હતો. પોલીસે એેને બાગડોગરા જતી ફ્લાઇટમાં બેસવા જતાં ઝડપી લીધો હતો. જા કે એણે ચોરી કર્યાનો ઇનકાર કર્યો હતો પરંતુ પોલીસને એના કબજામાંથી ૧૫ લાખના દાગિના ભરેલી બેગ મળી આવી હતી.