મહિલાએ ફોટો પડાવતી વખતે પિસ્તોલનું ટ્રિગર દબાવતા ગંભીર રીતે ઘાયલ

આગરા,
ઉત્તર પ્રદેશના આગરાથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. અહીં એક મહિલાને હાથમાં પિસ્તોલ રાખીને ફોટો પડાવવો ભારે પડી ગયો હતો. જાણકારી પ્રમાણે ૨૩ વર્ષની મહિલાથી એક ભૂલ થઈ અને ફોટો પડાવતી વખતે પિસ્તોલનું ટ્રિગર દબાઈ ગયું. ટ્રિગર દબાવતાંની સાથે જ જારદાર અવાજ થયો અને મહિલા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના સદર પોલીસ ક્ષેત્રના દુર્ગાનગર વિસ્તારની છે. અને બુધવાર સવારે આ ઘટના સર્જાઈ હતી. બતાવવામાં આવી રÌšં છે કે, મહિલાને હૃદયની પાસે ગોળી વાગી છે. અને તેનો ડાબી બાજુના ફેફસાને ગંભીર નુકસાન પહોંચ્યુ છે. હાલ મહિલાની Âસ્થતિ અત્યંત ગંભીર છે.
ખબરો પ્રમાણે એક વર્ષ પહેલાં જ મહિલાના લગ્ન થયા હતા. તેના સસરા સુભાષ તોમર સેનાના જવાન છે, અને હાલમાં તે જમ્મુ-કાશ્મીરમાં તહેનાત છે. જ્યારે મહિલાના પતિ એક કંપનીમાં નોકરી કરે છે. પિસ્તોલ સસરાની હોવાનું જણાવવામાં આવી રÌšં છે. ઘટના સમયે મહિલાની નણંદ સ્માર્ટફોનથી પિસ્તોલ સાથે ફોટો લઈ રહી હતી. ઘટના બાદ નણંદે કÌšં કે, મને ખબર ન હતી કે, પિસ્તોલ લોડેડ છે. જેવો હું ફોટો લેવા ગઈ, ત્યાં પિસ્તોલમાંથી ગોળી છૂટી અને તે બાદ મેં ભાભીને લોહીલુહાણ હાલતમાં જાયા. જે બાદ અમે ભાભીને તાત્કાલિક હોÂસ્પટલ લઈ ગયા હતા.