સિરિયલ કિસર ઈમરાન હાશ્મીએ લેમ્બોર્ગિની કાર રૂ.૫ કરોડમાં ખરીદી

મુંબઈ,
બોલિવૂડમાં સિરિયલ કિસર તરીકે જાણીતા એક્ટર ઈમરાન હાશ્મીએ હાલમાં જ સ્પોટ્ર્સ કાર લેમ્બોર્ગિની અવેન્ટાડોર ખરીદી છે. હાલમાં જ ઈમરાન મુંબઈના રસ્તાઓ પર આ કાર ચલાવતો જાવા મળ્યો હતો. પીળા રંગની આ કારની કિંમત ૫.૬૫થી ૬.૨૮ કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. લેમ્બોર્ગિની અવેન્ટાડોરમાં અત્યંત પાવરફુલ વી-૧૨ એન્જિન લાગેલું છે. આ કાર ત્રણ જ સેકન્ડમાં ૦થી ૧૦૦ કિમી/કલાકની સ્પીડ પકડી લે છે. ઈમરાનનો આ વીડિયો જાઈને સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઈએ ઈમરાનની કારના વખાણ કર્યાં તો કોઈએ તેને ટ્રોલ પણ કર્યો છે. એક યુઝરે ખરાબ રસ્તો જાઈને કહ્યું હતું, ‘વાહ, શું રસ્તો છે લેમ્બોર્ગિની માટે..’ તો અન્ય એકે કહ્યું હતું, ‘કિસ કરતાં કરતાં કેટલો અમીર બની ગયો…’ ઈમરાન હાશ્મી નેટફ્લક્સ ઓરિજનલ વેબ સીરિઝ ‘બાર્ડ ઓફ બ્લડ’થી ડિજિટલ ડેબ્યૂ કરશે. આ વેબ સીરિઝને શાહરુખ ખાન પ્રોડ્યૂસ કરે છે. ‘બાર્ડ ઓફ બ્લડ’વેબ સીરિઝ ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ વેબ સીરિઝના ૮ એપિસોડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ‘બાર્ડ ઓફ બ્લડ’ વેબ સીરિઝ ઓથર બિલાલ સિદ્દીકીની બુક ‘બાર્ડ ઓફ બલ્ડ’ પર આધારિત છે.