ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB પોલીસનું ઓપરેશન બુટલેગરોમા ફફડાટ

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB પોલીસનું ઓપરેશન બુટલેગરોમા ફફડાટ
Spread the love

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB પોલીસનું ઓપરેશન બુટલેગરોમા ફફડાટ

સજનવાવ ગામે LCB પોલીસે વિદેશી દારૂનો સતાંડેલ જથ્થો ઝડપી પાડવા રેડ બુટલેગર ફરાર બુટલેગર ને પકડવા પોલીસ ચક્રોગતિમાન

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં સજનવાવ ગામના એક ધરમાં વિદેશી ઈંગ્લીશ દારૂના જથ્થા નો મુદ્દામાલ સતાંડયો હોવાની LCB પોલીસ ને જાણ થતાં LCB પોલીસ આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા બુટલેગર ના ધરે રેડ પાડવામાં આવી હતી જોકે LCB પોલીસ ને રેડ દરમિયાન બુટલેગર ના ઘરમાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી આગળ ની કાર્યવાહી અર્થે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની આગળ ની તપાસ કાર્યવાહી હાથ ધરી ફરાર બુટલેગર ને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અને જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ તથા હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશન અંગેના કેસો કરવાની સુચન પગલે એલ.સી.બી. ટીમો વોચ તેમજ પેટ્રોલીંગમા ડેડીયાપાડા વિસ્તારમાં હતા તે સમય દરમિયાન
મળેલ બાતમી આધારે સજનવાવ ગામમાં રહેતા દિનેશભાઇ નવજીભાઇ વસાવાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ સંતાડેલ હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ડેડીયાપાડા સજનવાવ ગામે રેઇડ કરતાં બુટલેગર આરોપી દિનેશભાઇ વસાવા પોલીસની રેઇડ જોઇ સ્થળ ઉપરથી ભાગી જઈ ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીના ઘરની ઝડતી તલાસી કરતાં ઘરમાંથી વિદેશી દારૂના કવાટરીયા નંગ-૨૩૩ તથા મોટી બોટલ નંગ-૮ મળી કુલ રૂ. ૨૭,૩૦૦/-નો પ્રોહીબીશનનો મુદ્દામાલનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપી પાડેલ વિદેશી દારૂના મુદ્દામાલ નો જથ્થો જપ્ત કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની આગળ ની તપાસ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ ફરાર બુટલેગર ને ઝડપી પાડવા પોલીસ ચક્રોગતિમાન કર્યા છે

રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!