વિસાવદર : રામપરા રૂપલધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાશે

વિસાવદર : રામપરા  રૂપલધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Spread the love

આગામી સમયમાં વિસાવદરના રામપરા મુકામે રૂપલધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાશે

વિસાવદર પાસેના રામપરા ગામે આઈ શ્રી રૂપલમા પ્રેરિત રૂપલધામ ચેરીટેબલ ટ્રસ્ટ રામપરા દ્વારા શ્રીમદ્ દેવીભાગવત કથા, નવદુર્ગા શક્તિ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા, સોનલ વિદ્યાભવન મંગલ પ્રારંભ, રૂપલધામ આશ્રમનું લોકાર્પણ,સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ચૈત્રી નવરાત્રી રાસ ગરબા, લોકડાયરો જેવા ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો તા.૯-૪૨૦૨૪ થી તા.૧૭-૪-૨૦૨૪ સુધી યોજાનાર છે. શ્રીમદ દેવી ભાગવત કથાના વ્યાયાસાસને કનકેશ્વરી દેવીજી બિરાજી કથાનું રસપાન કરાવશે.
તેમજ માં સોનલ વિદ્યાભવન ગીરના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય નો મંગલ પ્રારંભ કરવામાં આવશે. અને શિક્ષણના આ ક્રાંતિકારી પગલાને ઉજાગર કરવા રુપલઆઈ માતાજીએ આશીર્વચન પાઠવેલ. સાથોસાથ નવદુર્ગા શક્તિ તીર્થ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, રૂપલધામ નવનિર્મિત આશ્રમનું લોકાર્પણ, દર વર્ષની જેમ તા.૧૮-૪-૨૦૨૪ ના રોજ સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ, ચૈત્ર નવરાત્રિના નવ દિવસ રાસ ગરબા નુ આયોજન પણ કરવામાં આવેલ છે. કથા દરમિયાન સંતવાણી- લોકડાયરાઓનું આયોજન કરવામાં આવેલ છે.
આઈ શ્રીસોનલ માતાજીએ ચિંધેલ રાહ પર ચાલનાર જગદંબા આઈ શ્રીરૂપલ માતાજીએ તાલુકાના સમાજ શ્રેષ્ઠીઓ તથા પત્રકાર મિત્રોના માધ્યમ સાથે એક બેઠકનું આયોજન કરેલ. બેઠકમાં સંસ્કૃત વિશારદ શાસ્ત્રી જસ્મિનભાઇ જાનીએ સમગ્ર કાર્યક્રમની આછી રૂપરેખા જણાવેલ. બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, ગિજુભાઈ વિકમા, મુકેશભાઈ રીબડીયા, હરેશભાઈ મહેતા, સુરેશભાઈ સાદરાણી, ડી.કે.કાતરીયા તથા તાલુકાના દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. અંતમાં આઈ શ્રીરૂપલમાતાજીએ માંગલિક પાવન પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવેલ છે. તેમ રૂપલધામ સંસ્થાના સંચાલક જીણાભાઈ ગઢવીની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240317-WA0029.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!