અમરેલી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર
અમરેલી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ટોલ ફ્રી નંબર જાહેર
ચૂંટણીલક્ષી ફરિયાદ માટે પર ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ નંબર પર (૨૪X૭) ફોન કરી સંપર્ક કરી શકાશે
અમરેલી : જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ માટેનો કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકો આ કંટ્રોલરુમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે. ચૂંટણીલક્ષી ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ ૧૯૫૦ ફોન નંબર કાર્યરત છે. ખર્ચ નિયંત્રણ સંબંધિત વિગતો-ફરિયાદ માટે કંટ્રોલ રૂમ પર ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ નંબર પર (૨૪X૭) પર ફોન કરી ફરિયાદ રજૂ કરી શકાય છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશન c-VIGIL લોન્ચ કરવામાં આવી છે.
આ એપ્લિકેશન મારફતે કોઈપણ નાગરિક આચારસંહિતા તથા ખર્ચ વિષયક ફોટોગ્રાફી/ વીડિયોગ્રાફી સાથેની કોઈપણ ફરિયાદ અપલોડ કરી શકશે. રજૂ થયેલી ફરિયાદોનું ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ૧૦૦ મિનિટમાં જે-તે સ્થળ પર પહોંચી જઈ નિકાલ કરવામાં આવશે, તેમ અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300