રાધનપુર મહિલા મંડળ દ્વારા મહિલા દિનની ભવ્ય ઉજવણી કરાઇ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહિલા મંડળ દ્વારા મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ સંસ્થાની સ્થાપના ઇસ. ૧૯૬૭ માં થઈ હતી અને ૫૭ વર્ષથી આ સંસ્થા કાર્યરત છે.રાધનપુર મહિલા મંડળ દ્વારા રાધનપુર ખાતે રેડક્રોસ સોસાયટીના ભવનમાં ૩૦૦ થી વધુ બહેનો એકજૂથ થઈ હતી.આ કાર્યક્રમનું માર્ગદર્શન પ્રમુખ ઇન્દિરાબેન સી.દેસાઈ (યુ.એસ.એ) તરફથી આપવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં ડો.વર્ષાબેન ખેતશીભાઈએ બહેનોને આરોગ્ય વિશે જાગૃત કર્યા હતા.તથા મધુબેન ઓઝાએ મહિલા ઉત્થાન ને લગતી માહિતી આપી હતી,તથા વર્ષાબેન આચાર્યએ બહેનોને સામાજીક કુરીવાજો માટે જાગૃત કર્યા તથા જયશ્રીબેન જોશી એ પણ માહિતી આપી હતી,અને નાયબ મામલતદાર ભગવતીબેન આહીર પણ હાજર રહ્યા હતા.
અને મહિલા સશક્તિકરણ માટે સરકારશ્રીની યોજનાથી બહેનોને માહિતગાર કરી હતી.આ કાર્યક્રમમાં વિવિધ રમતો,નાટક તથા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ કવિતાબેન પી. ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા ખજાનચી ભાનુબેન એચ.ચોકસી તથા કારોબારી સભ્ય મધુબેન ઓઝા,શાંતાબેન એ.પટેલ અને મંડળના સભ્ય ઠક્કર તૃપ્તિબેન,મનિષાબેન,આશાબેન અને પ્રીતિબહેન દ્વારા મહેનત કરી સફળ બનાવવા પ્રયત્નો કર્યા હતા.અને આ કાર્યક્રમનું એન્કરિંગ ગાયત્રીબેન ખમારે કર્યું હતું.આમ, રાધનપુર ખાતે વર્ષો જૂની રાધનપુર મહિલા મંડળ દ્વારા મહિલા દિનની ભવ્ય ઉજવણી કરાઇ હતી.જેમાં સામાજીક કુરીવાજો વિશે જાગૃત અભિયાન,આરોગ્ય અને મહિલા ઉત્થાન ને લગતી માહિતી,મહિલા સશક્તિકરણ માટે સરકારની વિવિધ યોજનાઓ થી બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300