શ્રી નાથદ્વારા તિલકાયાતશ્રીના જન્મદિવસે મોતી મહેલ ચોકમાં મારવાડ તથા વ્રજના રસિયા ગાયકે ધૂમ મચાવી

શ્રી નાથદ્વારા તિલકાયાતશ્રીના જન્મદિવસે મોતી મહેલ ચોકમાં મારવાડ તથા વ્રજના રસિયા ગાયકે ધૂમ મચાવી
Spread the love

શ્રીનાથદ્વારા તિલકાયાતશ્રીના જન્મદિવસે મોતી મહેલ ચોકમાં મારવાડ તથા વ્રજના રસિયા ગાયકે ધૂમ મચાવી

(વ્રજ તથા મારવાડી રશિયા કલાકારો વચ્ચે તંદુરસ્ત હરિફાઇ)

પુષ્ટિમાર્ગીય મુખ્ય પીઠ પ્રભુ શ્રીનાથજી હવેલીના પીઠાધેશ્વર શ્રી ગો.તિ.૧૦૮ શ્રીરાકેશજી (શ્રીઇન્દ્રવદનજી) મહારાજશ્રીના ૭૫ માં જન્મદિવસના પ્રસંગે તિલકાયતશ્રીના આદેશ અને શ્રીવિશાલબાવાની પ્રેરણાથી તા.૧૬-૩-૨૦૨૪ ના શ્રીનાથજી મંદિરના મોતી ચોકમાં પ્રભુજીના રાત્રી દર્શન સમયે મારવાડના પોકરણથી આવેલ રશિયા ગાયકો તથા નાથદ્વારાના પ્રખ્યાત વ્રજવાસી રસિક ગાયકો દ્વારા અદભુત રસિયા ગાન રજૂ કરવામાં આવેલ.
મારવાડના રસિયા ગાયકો દ્વારા મારવાડી અંદાજમાં અદભુત ગાન સાથે ઉપસ્થિત બહોળી સંખ્યામાં વૈષ્ણવજનનોએ અદભુત નૃત્ય પણ કર્યું. આ પ્રસંગે શ્રીનાથજી મંદિર તરફથી ઉપસ્થિત તમામ વૈષ્ણવજનોને દૂધ, જલેબી, પકોડી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવેલ.
આ અવસર એ મંદિરના મદદનીશ અધિકારી અનિલ સનાઢ્ય દ્વારા તમામ રસિયા ગાયકોને ઉપવસ્ત્ર ઓઢાડી પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત મંદિરના મુખ્ય મુખિયાજી શ્રીઇન્દ્રવદનજી ગિરનારા, નવનીત પ્રિયાજી, ઘનશ્યામ સાંચિહર, તિલકાયતશ્રીના સચિવ લીલાધર પુરોહિત, મંદિરના મિડિયા પ્રભારી એવમ્ પી.આર.ઓ. ગિરીશ વ્યાસ, રાજેશ્વર ત્રિપાઠી, સમાધાની દિનેશ, ઉમંગ મહેતા તેમજ બહોળી સંખ્યામાં વૈષ્ણવજનો ઉપસ્થિત રહેલ. તેમ વિસાવદરના વૈષ્ણવજન પ્રતિનિધિ કેયુરભાઈ અભાણીની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240318-WA0006-1.jpg IMG-20240318-WA0007-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!