અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાની રાજકીય પક્ષો સાથે બેઠક

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાની રાજકીય પક્ષો સાથે બેઠક
ચૂંટણી દરમિયાન ઉમેદવાર દ્વારા કરવામાં આવતા
ખર્ચના હિસાબો, રાજકીય પક્ષોને ઉમેદવારી સંબંધિત નિયમો તેમજ આદર્શ આચાર સંહિતાથી માહિતગાર કરવામાં આવ્યા
અમરેલી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. ૧૪-અમરેલી લોકસભા મત વિસ્તારમાં આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજય દહિયાએ, અમરેલી જિલ્લામાં કાર્યરત રાજકીય પક્ષો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણી પંચની સૂચના મુજબ વિવિધ ચીજવસ્તુઓના નક્કી કરવામાં આવેલા ભાવ વિશેની વિગતો આપવામાં આવી હતી. રાજકીય પક્ષોને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ભાવનું પત્રક આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓના સૂચનો અને રજૂઆતોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સાંભળ્યા હતા.
આ ઉપરાંત રાજકીય પક્ષોને આદર્શ આચાર સંહિતા સંબંધિત માહિતી આપવામાં આવી હતી. મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ નાણાકીય સહાય, નવી યોજનાઓના લોકાર્પણ, ખાતમુહૂર્ત આચાર સંહિતા દરમિયાન કરી શકશે નહીં. પદાધિકારીશ્રીઓ કચેરી કામ અર્થે ચૂંટણી હેઠળના વિસ્તારોની મુલાકાત લઈ શકશે નહીં. ચૂંટણી પ્રચાર અર્થે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજકીય પક્ષોની બેઠક માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરી શકાશે નહીં. એક મતદાર વિભાગમાં કોઈ એક ઉમેદવારે ચૂંટણીમાં વધુમાં વધુ ચાર ઉમેદવારીપત્રો ભરી શકશે. કોઈ એક ઉમેદવાર વધુમાં વધુ બે મતદાર વિભાગ માટે ઉમેદવારી કરી શકશે. ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર ૨૫ વર્ષ હોવી જોઈએ. ઉમેદવારનું નામ ભારતના કોઈ પણ મતદાર વિભાગમાં તેમજ દરખાસ્ત કરનારનું નામ ૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં નોંધાયેલું હોવું જોઈએ. આ ઉપરાંત રાજકીય પક્ષોને ખર્ચ મર્યાદા, ડિપોઝીટ સહિતની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300