સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીસ લિસ્ટમાં એકમાત્ર ભારતીય એક્ટર અક્ષય કુમારનો સમાવેશ

મુંબઈ,
અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી બન્યો છે, જેનું નામ અમેરિકાના વિખ્યાત આર્થિક મેગેઝીન ‘ફોર્બ્સ’ના વાર્ષિક હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટીસ લિસ્ટમાં સામેલ થયો છે. ૨૦૧૯ના દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા એન્ટરટેઈનર્સના લિસ્ટમાં અક્ષય કુમાર ૩૩મા નંબર પર આવ્યો છે, જ્યારે અમેરિકન સિંગર ટેલર Âસ્વફ્ટ આ લિસ્ટમાં ૨૦૧૬ બાદ ફરી પહેલા નંબર પર આવી છે. ફોર્બ્સનું આ લિસ્ટ જૂન ૨૦૧૮થી જૂન ૨૦૧૯ સુધીની સેલિબ્રિટીસના પ્રી-ટેક્સ અ‹નગને આધારે તૈયાર કરવામાં આવ્યું છે. ફોર્બ્સના એન્યુઅલ સેલિબ્રિટી ૧૦૦ લિસ્ટમાં અક્ષય કુમાર ૪.૪૫ અબજ રૂપિયાની કમાણી સાથેનો એકમાત્ર ભારતીય એક્ટર છે. ઈન્ટરેÂસ્ટંગ વાત એ છે કે શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટિઝને સ્થાન મળ્યું નથી.
અક્ષય કુમારે આ લિસ્ટમાં રિહાના, જેકી ચેન, બ્રેડલી કૂપર જેવા સ્ટાર્સને પાછળ રાખીને પોતાનું સ્થાન કાયમ કર્યું છે. ફોર્બ્સ લિસ્ટ મુજબ, બોલિવૂડનો ટોપ અ‹નગ સ્ટાર અક્ષય કુમાર દરેક ફિલ્મ માટે ઓછામાં ઓછી ૫ મિલિયન ડોલર એટલે અંદાજે ૩૫ કરોડ રૂપિયાથી ૬૮ કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે. ઉપરાંત તે ૨૦ જેટલી બ્રાન્ડને એન્ડોર્સ પણ કરે છે, જેમાં ટાટા અને હાર્પિક બાથરૂમ ક્લીનર સામેલ છે.
આભાર – નિહારીકા રવિયા