તેલુગુ એક્ટર અમિત પુરોહિતનું નિધન, સેલેબ્સે શોક વ્યક્ત કર્યો

હૈદરાબાદ,
તેલુગુ ફિલ્મ્સના એક્ટર અમિત પુરોહિતનું નિધન થયું છે. અમિતના અવસાનની માહિતી મહેશબાબુના ભાઈ સુધીરબાબુએ Âટ્વટર પર શૅર કરી હતી. અમિતના મોતનું કારણ જાણી શકાયું નથી. જાકે, ચર્ચા છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. અમિતે ફિલ્મ્સ ‘આલાપ’, ‘સમ્મોહનમ’ તથા ‘પંખ’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.
અમિતના નિધનની માહિતી આપતા સુધીર બાબુએ લખ્યું હતું, અમિત પુરોહિતના અવસાનથી દુઃખી છું. તેણે ‘સમ્મોહનમ’માં અમિત મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. ઘણો જ મિલનસાર છોકરો હતો અને દરેક સીનમાં ૧૦૦ ટકા આપતો હતો. વધુ એક એક્ટર આપણને છોડીને ઘણો જ જલ્દી જતો રહ્યો. ભગવાન તેની આત્માને શાંતિ આપે.
અમિત, તારા આત્માને શાંતિ મળે. ભગવાન પરિવારને આ દુઃખ સહન કરવાની શÂક્ત આપે. એક દયાળું, વિન્રમ તથા મહેનતી વ્યÂક્ત ઘણો જ જલ્દી જતો રહ્યો. ‘સમ્મોહનમ’માં તારી મહ¥વપૂર્ણ હાજરી માટે હંમેશા આભાર
કો-સ્ટાર તથા ફ્રેન્ડના નિધનના સમાચાર સાંભળીને ઘણું જ દુઃખ થયું. તે ઘણો જ સારો હતો અને તેનું ધ્યાન માત્રને માત્ર કામ પર જ રહેતું. ભગવાન તેની આત્માને શાંતિ આપે. અમે તને હંમેશા યાદ કરીશું.
આભાર – નિહારીકા રવિયા