૨૦૨૦માં શ્રદ્ધા કપૂર સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠાને પરણી જશે..?!!

મુંબઈ,
થોડા સમયથી બોલિવૂડ એક્ટ્રેસ શ્રધ્ઘા કપૂર અને બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા ચર્ચામાં છે. રોહન પોપ્યુલર ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાનો દીકરો છે અને નેપાળનો એક પોપ્યુલર ફૂટબોલર પણ છે. સોશિયલ મીડિયા પર રોહન અને શ્રધ્ધાનાં ઘણાં ફોટા વાયરલ થઇ રહ્યાં છે. હવે આ બંન્ને વચ્ચે બીજી વાત પણ સામે આવી છે. મીડિયા રિપોટ્ર્સ પ્રમાણે શ્રધ્ધા અને રોહન આવતા વર્ષે ૨૦૨૦માં લગ્ન કરી શકે છે. રિપોર્ટમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ બંન્ને બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે પોતાનાં સંબંધને ઓફિશિયલ કરવા માંગે છે. કહેવામાં આવે છે કે શ્રધ્ધાની માતા શિવાંગી કપૂર પહેલાથી જ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે.
જાકે અત્યાર સુધી આ અંગે કોઇપણ ઓફિશિયલ કન્ફર્મેશન થયું નથી. થોડા સમય પહેલા જ્યારે શÂક્ત કપૂરને શ્રધ્ધા અને રોહનનાં રિલેશન અંગે વાત પૂછવામાં આવી હતી ત્યારે આ વાતને તેમણે નકારી દીધી હતી. તેમણે કÌšં હતું કે આવતા ૪-૫ વર્ષ સુધી શ્રધ્ધાને લગ્ન નથી કરવું. શ્રધ્ધા અને રોહન વારંવાર મુંબઈનાં જુદા જુદા પોઈન્ટ્સ પર એકબીજાની કંપની એન્જાય કરતા નજરે ચડયા છે. હકીકતમાં દીપિકા-રણવીરના રીસેપ્શનમાં પણ આ જાડી સાથે દેખાઇ હતી. રીસેપ્શનમાં એક તબક્કે આ દંપત્તિ સામસામા આવી ગયા હતા પણ બન્નેએ એકબીજાની અવગણના કરી અને આગળ વધી ગયા.