‘સુપર-૩૦’નાં કથાનાયકનો ઘટસ્ફોટ – ‘બ્રેઇન ટ્યુમરનો ભોગ બન્યો છું’

મુંબઈ,
મોખરાના અભિનેતા રિતિક રોશનને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ સુપર ૩૦નો કથા નાયક ગણિતજ્ઞ આનંદ કુમાર મગજમાં ગાંઠ થવાની બીમારીનો ભોગ બન્યો છે એવી માહિતી ખુદ આનંદ કુમારે આપી હતી. બિહારના ગરીબ વિદ્યાર્થીઓ ગણિતના વિષયમાં નબળા રહેતા હોવાથી પ્રતિÂષ્ઠત આઇઆઇટીમાં એડમિશન મેળવી શકતા નહોતા. એવા ગરીબ વિદ્યાર્થીઓને આનંદ કુમાર ભણાવતા હતા. આનંદ કુમારના જીવન પર આધારિત બાયો-ફિલ્મ સુપર ૩૦ના નામે બનાવવામાં આવી છે જે આ શુક્રવારે ૧૨ જુલાઇએ રજૂ પણ થવાની છે. એમાં રિતિક રોશને આનંદ કુમારનો રોલ કર્યો છે. હવે બે દિવસ પહેલાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં આનંદ કુમારે આ ખુલાસો કર્યો હતો કે એમના મગજમાં ગાંઠ થઇ છે જેનું ઓપરેશન હજુ કરાયું નથી. તેમણે કÌšં કે હું જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો છું. મારી બાયો-ફિલ્મ બનાવવાની પરવાનગી આપવા પાછળ પણ આ કારણ હતું કે મારી હયાતીમાં આ ફિલ્મ બની જાય તો એ જાઇને પછી સંતોષપૂર્વક હું મરી શકું.