તાપસી અને ભૂમિ પેડણેકર સ્ટારર ‘સાન્ડ કી આંખ’નું ટીઝર રિલીઝ

મુંબઈ,
તાપસી પન્ન્š અને ભૂમિ પેડણેકર સ્ટારર ‘સાન્ડ કી આંખ’ ફિલ્મ દુનિયાના બે સૌથી મોટાં એટલે કે ઘરડાં દાદી શાર્પ શૂટર્સની સાચી સ્ટોરી છે. ચંદ્રો તોમાર અને પ્રકાશી તોમારની આ સ્ટોરીને તુષાર હિરાનંદાનીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરમાં બન્ને દાદી કઈ રીતે સમાજ સામે લડીને શૂટિંગ ચેÂમ્પયન બને છે તે સ્ટોરી બતાવવામાં આવી છે. ટીઝરમાં તાપસીનું પાત્ર કહે છે કે, અમને અર્જુનની જેમ પક્ષીની આંખ નથી દેખાતી અમને સાન્ડની એટલે આખલાની આંખ દેખાય છે. તાપસીએ ટીઝર શેર કરતાં લખ્યું કે, ‘આ તો ફક્ત શરૂઆત છે, શરીર વૃદ્ધ થાય છે મન નહીં.’
‘સાન્ડ કી આંખ’ ફિલ્મને અનુરાગ કશ્યપ, ‘રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટ’ અને નિધિ પરમારે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં વિનીત કુમાર સિંહ, પ્રકાશ ઝા અને આમિર ખાનની બહેન નિખત ખાન સામેલ છે. નિખત આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મથી તાપસી અને ભૂમિ પહેલીવાર સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે.