આર્યન ખાનના અવાજમાં ‘ધ લાયન કિંગ’નું ટ્રેલર રિલીઝ

મુંબઈ,
‘ડિઝની ઇÂન્ડયા’એ ‘ધ લાયન કિંગ’ ફિલ્મના હિન્દી વર્ઝનમાં શાહરુખ અને તેના દીકરા આર્યન ખાનને વોઇસઓવર આર્ટિસ્ટ તરીકે સામેલ કર્યા છે. ફિલ્મમાં મુફાસાના કેરેક્ટર માટે શાહરુખે અને સિમ્બાના કેરેક્ટર માટે શાહરુખના દીકરા આર્યન ખાને અવાજ આપ્યો છે. આર્યન ખાનના અવાજવાળું ‘ધ લાયન કિંગ’ ફિલ્મનું ટ્રેર રિલીઝ થયું છે. તેમાં આર્યનનો અવાજ એકદમ તેના પિતા જેવો જ લાગી રહ્યો છે. ‘ધ લાયન કિંગ’ ફિલ્મ ૧૯ જુલાઈએ અંગ્રેજી સહિત હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. અગાઉ શાહરુખે અને આર્યને ૧૫ વર્ષ પહેલાં સાથે ‘ધ ઇન્ક્રેડિબલ્સ’ ફિલ્મમાં વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું.