અલ કાયદાની ધમકીની ઐસીતૈસીઃ ૫૫૦૦ કશ્મીરી યુવાનો લશ્કરમાં જાડાવા તૈયાર

શ્રીનગર,
અલ કાયદાના હાલના વડા અલ જવાહિરીએ બુધવારે ભારતને ધમકી આપતો વિડિયો રિલિઝ કર્યો એના ચોવીસ કલાકમાંજ પાંચ હજારથી વધુ કશ્મીરી યુવાનો ભારતીય લશ્કરમાં જાડાવા અરજી કરવા હાજર થયા હતા. ભારતીય લશ્કરે હાલ જમ્મુ કશ્મીરમાં ભરતી આંદોલન શરૂ કર્યું હતું. આ ભરતી અભિયાન ૧૬ જુલાઇ સુધી ચાલવાનુ છે. જમ્મુ કશ્મીરમાં હાલ બેકારી એટલી બધી છે કે યુવા પેઢી સતત હતાશા અને બિનજરૂરી ઉશ્કેરાટ અનુભવતી હોય છે. એવા કેટલાક ઉશ્કેરાયેલા જુવાનો સિક્્યોરિટી પર પથ્થરમારો કરતા હોવાની શક્્યતા છે એમ એક લશ્કરી અધિકારીએ કÌšં હતું. જા કે ભરતી માટે આવેલા એક યુવાને મિડિયાને કÌšં હતું કે લશ્કરમાં જાડાવા માટેની જે યોગ્યતા છે એ થોડી આકરી છે. આમ છતાં મને લાગે છે કે કશ્મીરી યુવાનોએ ભારતીય લશ્કરમાં જાડાવું જાઇએ. અલ જવાહિરીની વિડિયો ક્લીપ રિલિઝ થયાના ચોવીસ કલાકમાં ૫૫૦૦ યુવાનો ભારતીય લશ્કરમાં જાડાવા હાજર થયા એ એક પોઝિટિવ લક્ષણ ગણી શકાય. હાલની કેન્દ્ર સરકાર પણ કશ્મીરમાં શાંતિ અને કાયદો તેમજ વ્યવસ્થા સ્થપાય એવું ઇચ્છે છે. તાજેતરમાં ગૃહ પ્રધાન અમિત શાહે કશ્મીરની મુલાકાત લીધી હતી.