પાક.વડાપ્રધાન ઇમરાન ખાન ૨૨ જુલાઇએ અમેરિકાના પ્રવાસે જશે

ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ મહિને અમેરિકાની મુલાકાતે જશે. પાકિસ્તાનન પીએમ ઇમરાન ખાનનું ૨૨ જુલાઇના રોજ અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરશે. આ અંગેનું વ્હાઇટ હાઉસમાંથી સત્તાવાર સમર્થન મળ્યું છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને અમેરિકાના રાષ્ટÙપતિ વચ્ચે યોજાનારી આ મુલાકાતમાં શાંતિ, Âસ્થરતા અને આર્થિક સમૃદ્ધિ જેવા વિષય પર ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ ઇમરાન ખાનનો આ પહેલો અમેરિકાનો પ્રવાસ છે. આ અગાઉના દિવસે વિદેશ કાર્યાલયના પ્રવક્તા ડો મોહમ્મદ ફેસલે વડાપ્રધાન ઇમરાન ખાનના અમેરિકાના પ્રવાસને લઇને ટવિટ કર્યું હતું. વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પીએમ ઇમરાન ખાનના અમેરિકાના પ્રવાસને લઇને અમે સતત અમેરિકાના અધિકારીઓના સંપર્કમાં છીએ. પ્રોટોકોલને લઇને સાચા સમયે પ્રવાસ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.