જૂનાગઢ : આ મતદાન મથક યુવાઓને મતદાન માટે કરશે પ્રેરિત

જૂનાગઢ : આ મતદાન મથક યુવાઓને મતદાન માટે કરશે પ્રેરિત
Spread the love

આ મતદાન મથક યુવાઓને મતદાન માટે કરશે પ્રેરિત

 

જૂનાગઢમાં બનાવાશે યુવા મતદાન મથક: જિલ્લાના યુવા અધિકારી -કર્મચારી મતદાન મથકનું કરશે સંચાલન

 

મહિલા, દિવ્યાંગોની સાથે યુવા સંચાલિત મતદાન મથક બનશે

 

જૂનાગઢ જિલ્લામાં ૧૮ થી ૨૯ વર્ષના કુલ ૨,૭૨,૩૩૦ મતદારો

 

યુવા ભાઈઓ- બહેનો અધિકારી -કર્મચારી સંચાલિત યુવા મતદાન મથક યુવા મતદારોને મતદાન કરવા માટે હકારાત્મક સંદેશ આપે છે : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા

-ખાસ અહેવાલ રોહિત ઉસદડ

જૂનાગઢ : યુવાઓ લોકશાહીના મહાપર્વમાં  ઉત્સાહભેર સહભાગી બને અને યુવાઓ મતદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે ચૂંટણી પંચની આગવી નેમ મુજબ યુવા અધિકારી-કર્મચારી સંચાલિત યુવા મતદાન મથક બનાવવામાં આવે છે. જેમાં પ્રિસાઇડિંગ, પોલિંગ-૧ અને પોલિંગ ઓફીસર સહિતનો સ્ટાફ યુવાઓનો હોય છે. જૂનાગઢમાં પણ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે એક યુવા મતદાન મથક બનાવશે.

આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા જણાવે છે કે, જિલ્લામાં યુવા અધિકારી-કર્મચારીઓ દ્વારા સંચાલિત એક મતદાન મથક તૈયાર કરવું, એ ભારતના ચૂંટણી પંચની આગવી અને વિશિષ્ટ પહેલ છે. ભારતની એક યુવાઓના દેશ તરીકે પણ ગણના થાય છે. ત્યારે યુવા મતદાતાઓને મતદાન કરવા માટે પ્રેરિત -પ્રોત્સાહિત કરવા માટે આ યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં ૧૮ થી ૨૯ વર્ષના કુલ ૨,૭૨,૩૩૦ જેટલા મતદારો છે. ત્યારે આ યુવા ભાઈઓ- બહેનો મતદારોમાં યુવા મતદાન મથક થકી એક હકારાત્મક સંદેશ પહોંચે છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે મહિલા, દિવ્યાંગ, યુવા સહિત દરેક મતદાર મતાધિકારનો ઉપયોગ કરે તે ખૂબ આવશ્યક છે. આ માટે જિલ્લામાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં ૫ એટલે કે જિલ્લામાં કુલ- ૩૫ મહિલા સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવશે. ઉપરાંત દરેક વિધાનસભા બેઠક વાર દિવ્યાંગો સંચાલિત એક- એક એટલે કે જિલ્લામાં ૫ દિવ્યાંગ અધિકારી-કર્મચારી સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે.  તેમ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું.

આમ, ભારતના ચૂંટણી પંચના આ રચનાત્મક અભિગમથી યુવાઓની મતદાન કરવા પ્રત્યેની ઉદાસિનતા દૂર થાય છે અને ઉત્સાહભેર મતદાન કરવા માટે એક પ્રેરક લાગણી જન્મે છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!