જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કહે છે, તા.૭મી મેએ `પહેલા મતદાન…. પછી ખેતીકામ`

તા.૭મી મે ભૂલશો નથી…
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કહે છે, તા.૭મી મેએ `પહેલા મતદાન…. પછી ખેતીકામ`
જૂનાગઢના માર્કેડ યાર્ડ ખાતે ખેત પેદાશોનું વેચાણ કરવા આવેલા વંથલી, ભેસાણ, મેંદરડા, સરગવાડાના ધરતીપુત્રોની નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ
જૂનાગઢ : એપીએમસી -જૂનાગઢ ખાતે જિલ્લાભરમાંથી ખેત પેદાશોના વેચાણ માટે આવેલા ખેડૂતોએ તા.૭મી મે એ અચૂક મતદાન કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સાથે લોકશાહીના મહાપર્વમાં એક ખેડૂત તરીકે દરેક નાગરિકો – મતદારોને પણ મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
એપીએમસી -જૂનાગઢ ખાતે ધાણાના વેચાણ માટે આવેલા વંથલીના નવલખી ગામના ખેડૂતશ્રી નયનભાઈ વાઘેલા કહે છે કે, તા.૭મી મે ભૂલવાની નથી, આપણને જે લોકશાહીમાં અધિકાર મળ્યા છે, તે ચૂક્યા વગર અચૂક મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. એટલે મતદાન કરવાની સાથે બીજાને મતદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.
તેવા જ મેંદરડા તાલુકાના ચંદ્રાવડી ગામના ખેડૂત જયેશભાઈ ગાજીપરા કહે છે કે, લોકશાહીને મજબુત બનાવવા તા.૭મી મે એ ગમે તે કામ હોય તો છોડીને પ્રથમ મતદાન કરવાનું છે, તે દેશ અને આપણી લોકશાહી માટે ખૂબ જરૂરી છે.
ભેસાણ તાલુકાના રાણપુર ગામના ખેડૂત શ્રી વિનોદભાઈ ઉસદડ કહે છે કે, દરેક નાગરિકોને-મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. સાથે દરેક ખેડૂતો અને નાગરિકોએ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવું જોઈએ.
જૂનાગઢના સરગવાડા ગામના યુવા ખેડૂત શ્રી પાર્થ કાપડિયાએ પણ અગત્યના કામ હોય તે છોડીને અચૂક મતદાન કરવા માટે ખેડૂતોને અપીલ કરી હતી. મેંદપરા ગામના ગોવિંદભાઈ સોજીત્રા અને મેંદરડાના સીમાસી ગામના ગોબરભાઇ કોટડીયાએ તા.૭મી મે ખેતી કામ છોડીને પહેલા મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300