જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર, આરોગ્ય કર્મીઓ અચૂક મતદાન કરવા થયા સંકલ્પબદ્ધ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર, આરોગ્ય કર્મીઓ અચૂક મતદાન કરવા થયા સંકલ્પબદ્ધ
મતદાન જાગૃતિ અર્થેના સિગ્નેચર કેમ્પેઈનમાં પણ થયા સહભાગી
જૂનાગઢ : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને આરોગ્ય કર્મીઓ અચૂક મતદાન કરવા થયા સંકલ્પબદ્ધ થયા છે. આ સાથે મતદાન જાગૃતિ અર્થેના સિગ્નેચર કેમ્પેઈનમાં પણ થયા સહભાગી બન્યા હતાં.
તા.૭મી મેએ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર મતાધિકારના ઉપયોગ થકી સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ માટે ઝુંબેશ ચાલી રહી છે. તેના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના હોસ્પિટલના ડોક્ટર અને આરોગ્ય કર્મીઓએ નિર્ભયતાપૂર્વક, અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. સવિશેષ મહિલા આરોગ્ય કર્મીઓ મતદાન કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મતદાન જાગૃતિ માટેની પ્રતિજ્ઞામાં ડો. પાલા લાખણોત્રા સહિતના તબીબો જોડાયા હતા.
સ્વીપના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના અધિકારી મતદાન જાગૃતિ ઝુંબેશને આગળ વધારવા માટે જેહમત ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300