જૂનાગઢ : સનસ્ટ્રોક–લૂથી બચવા માટે વિશેષ કાળજી લેવી

હીટ વેવના પગલે જૂનાગઢ જિલ્લાના મતદાન મથકો ઉપર પીવાના પાણી ફર્સ્ટ એડ કીટ, ઓઆરએસ, છાયડા સહિતની સુવિધા રહેશે
મતદાન મથકો, ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર, ઉપર મેડિકલ – પેરામિડિકલ, ૧૦૮ની ટીમ ઉપલબ્ધ રહેશે
સનસ્ટ્રોક–લૂથી બચવા સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો, વૃદ્ધો તથા અશક્ત અને બિમાર વ્યકિતઓએ વિશેષ કાળજી લેવીઃ સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું અને શકય તેટલુ વધારે પ્રવાહી પીવું હિતાવહ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ચૂંટણીના સમયે હીટ વેવ થવાની સંભાવના છે. ત્યારે મતદાનના દિવસે મતદારોને આકરા તાપની અસરને નિવારવા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ ફર્સ્ટ એડ કીટ, પાણી, ઓઆરએસ, છાયડો કરવા જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા ડિસ્પેચિંગ અને રીસીવિંગ સેન્ટર, મતદાન મથકો ઉપર મેડિકલ, પેરામિડિકલ, ૧૦૮ની ટીમ ઉપલબ્ધ કરાવવા તથા દિવ્યાંગો, વૃધ્ધો માટે રેમ્પ, રેલીંગ, વ્હીલચેર સહિતની સગવડો ઉભી કરવાની સુચના સબંધિત અધિકારીઓને આપી હતી.
હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખેત મજૂરો રોડકામ તથા બાંધકામ કરતા મજુરોને સન- સ્ટ્રોક (લૂ) લાગવાની શક્યતા ધણી વધારે છે, જેથી જૂનાગઢ જિલ્લાની જનતાને સનસ્ટોક(લૂ) થી બચવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
લૂ લાગવાના (સનસ્ટ્રોક)ના લક્ષણોમાં માથુ દુખવુ, ૫ગની પીંડીઓમા દુખાવો થવો, શરીરનું તા૫માન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછુ થઈ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સા,મા ખેંચ આવવીનો સમાવેશ થાય છે.
આરોગ્યવલક્ષી અન્ય જરૂરી સૂચનોઓ બહાર પાડવામાં આવી છે, જેમા સીધા સુર્યપ્રકાશથી બચવું, વારંવાર પાણી પીવું અને શકય તેટલુ વધારે પાણી અને પ્રવાહી પીવું, લૂ લાગવાની સ્થિ તીમાં લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ, તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમા પીવા, ગરમીમાં શકય હોય ત્યાંલ સુધી બહાર નીકળવાનું ટાળવું, દિવસ દરમ્યા ન ઠંડક અને છાયામા રહેવું, ગરીમીમાં સફેદ સુતરાઉ ખુલતા અને આખુ શરીર ઢંકાય તેવા ક૫ડા ૫હેરવા. ટોપી, ચશ્માા, તથા છત્રીમાં માથુ ઢકાય તેમ ઉ૫યોગ કરવો, નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃઘ્ધોડ તથા અશક્ત અને બિમાર વ્યાકિતઓએ તડકામાં વિશેષ કાળજી લેવી, ગરમીમા બજારમાં મળતો ખુલ્લોં વાસી ખોરાક ખાવો નહી, બજારમા વેચાતા બરફનો ઉ૫યોગ ટાળવો, આર્યુવેદની દ્રષ્ટિરએ ગરમીની ઋતુમાં વરીયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી હોય છે. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમા ૫લાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી તેમજ તરબુચનો ઉ૫યોગ સવારે અને બપોરે કરવો, લૂ લાગવાના કિસ્સા ઓમા જો તાત્કારલીક તબીબી સારવાર લેવામાં ન આવે તો “હીટ સ્ટ્રોોક” જેવી ગંભીર સમસ્યાા બની શકે છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાોલીક નજીકના પ્રાથમિક આરોગ્ય” કેન્દ્રસ કે, સરકારી દવાખાનાનો સં૫ર્ક કરવો. આમ, ગભરાટ વગર સમજદારી અને સાવચેતી એજ સહેલો ઉપાય છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300