અંકલેશ્વર ઇનરવહીલ ક્લબ દ્વારા કાપડની થેલીઓનું વિતરણ

અંકલેશ્વર ઇનરવહીલ ક્લબ દ્વારા કાપડની થેલીઓનું વિતરણ
Spread the love

ભાવેશ મુલાણી, અંકલેશ્વર

અંકલેશ્વર ઇનરવહીલ કલબ ઘ્વારા આજરોજ  જીઆઇડીસી શાક માર્કેટ ખાતે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવસે ને દિવસે વધતી જતી કોઈ સમસ્યા હોય તો તે પર્યાવરણને નુકસાન કરતી બાબતો છે.પર્યાવરણ માં થતા ફેરબદલ માનવ જીવન પર ઘણી ઘાતક અસર કરી રહ્યું છે જે ઘણી જ ગંભીર બાબત છે.જેમાં સૌથી વધુ નુકસાન પ્લાસ્ટિકની બેગો પર્યાવરણ અને સ્વાસ્થ્ય ને ગંભીર અસર કરી રહ્યું છે.

આવી ગંભીર બાબતો થી લોકો અને નાનાં વેપારી ઓ ને જાગૃક કરવા સારું આજરોજ અંકલેશ્વર ની ઇનરવહીલ કલબ ઓફ અંકલેશ્વર ના પ્રેસિડેન્ટ નમ્રતા પટેલ અને તેમના સાથી બહેનો ઘ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ની શાક માર્કેટ ખાતે પ્લાસ્ટિક ની બેગ ઘ્વારા થતા નુકસાન ની સચોટ માહિતી ઘરકામનકાર્તિ ગૃહિણી ઓ અને શાક ના નાનાં વેપારીઓ ને માહિતી આપી હતી અને પ્લાસ્ટિક બેગ ની જગ્યા એ કાપડ ની બેગો યૂઝ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ સાથે બહેનો ને શાકભાજી લેવા લાઇ જવા સારું કાપડ ની બેગ નું વિતરણ પણ કરાયું હતું.

આ તબક્કે કલબ ના સાથી સભ્યો નિશા મહેતા, સુવર્ણા પાલેજા, કૈલાશ ગજેરા, સંતોષ ચોપરા અને અનંતા આચાર્ય સાથી બહેનો હાજર રહ્યા હતા.

વધુમાં કલબ પ્રેસિડેન્ટ નમ્રતા પટેલ એ જણાવ્યું હતું કે આવા પર્યાવરણ ને સુધારવા ના કાર્યક્રમો માં નોટિફાઇડ ઓફિસ પણ સાથ સહકાર આપે તો આ કાર્ય વધુ સારી રીતે અને વધુ લોકો સુધી આ સજાગતા લાવી શકીએ તે શક્ય બની શકે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!