કમોસમી વરસાદી કહેરથી તારજ ખેડૂતોની વ્હારે આવતા કસવાળા

કમોસમી વરસાદી કહેરથી તારજ ખેડૂતોની વ્હારે આવતા કસવાળા
સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીપાક ના સર્વે સાથે સહાય કરવાની માંગ
કૃષિમંત્રીને પત્ર પાઠવી ખેડૂતોની વ્હારે આવતા ધારાસભ્ય મહેશ કસવાળા
સાવરકુંડલા : કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા તાલુકામાં વરસતા ખેડૂતોની ખેત પેદાશોને થયેલા વ્યાપક નુકશાનને લઈને ધારાસભ્ય મહેશ કસવાળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય મળી રહે તે અંગે રજૂઆત કરી છે જેમાં 14 તારીખે પડેલા કમોસમી વરસાદ થી ડુંગળી, તલ, બાજરો, મગ, કેરી અને ઘાસચારો પાકને નુકશાન થયેલ હોય તો આવા કમોસમી વરસાદના કહેરથી તારાજ થયેલા ખેડૂતોના તાત્કાલિક સરવે કરીને ખેડૂતોને સરકાર સહાય કરે તેવી લાગણીઓ ધારાસભ્ય મહેશ કસવાળાએ પત્ર મારફતે કરી હતી ત્યારે જગતના તાત માટે હંમેશા ચિંતિત ધારાસભ્ય મહેશ કસવાળા ખેડૂતોના હમદર્દ બન્યા હોવાની અનુભૂતિ સાવરકુંડલા લીલીયા ના ખેડૂતો કરી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300