રાધનપુરના સીનાડ નજીક અકસ્માત સર્જાયો: સ્કુટીની ટક્કરે યુવક ઘાયલ થયો..

રાધનપુરના સીનાડ નજીક અકસ્માત સર્જાયો: સ્કુટીની ટક્કરે યુવક ઘાયલ થયો..
Spread the love

રાધનપુરના સીનાડ નજીક અકસ્માત સર્જાયો: સ્કુટીની ટક્કરે યુવક ઘાયલ થયો..

નોકરી પર જતાં યુવક હાઇવે ઓળંગતા ઇલેક્ટ્રિક સ્કુટીની ટક્કર: યુવક નાં બંને પગે ફેક્ચર…

પાટણ જિલ્લામાં અવર નવાર અકસ્માત ની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી વધુ એક ઘટના રાધનપુર ખાતે બનવા પામી હતી.જેમાં રાધનપુર તાલુકાના સિનાડ ગામે મંગળવારે સવારે સોલાર કંપનીમાં નોકરી પર જતાં યુવકને ઇલેક્ટ્રીક સ્કૂટીના ચાલકે ટક્કર મારતાં બંને પગે ફેક્ચર થઇ ગયા હતા.નોકરી પર જતાં યુવક હાઇવે ઓળંગતા ઘટના બની હોવાનું સામે આવ્યુ છે તો ઇલેક્ટ્રિક સ્કુટીની ટક્કર થી યુવક સાથે અકસ્માત સર્જાતા યુવક નાં બંને પગે ફેક્ચર થયું હતું.

રાધનપુર તાલુકાના સિનાડ ગામના પાંચાભાઈ ઠાકોર નામના યુવાન સવારે આશરે નવ વાગ્યાના અરસામાં સોલાર કંપનીમાં નોકરી ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન રાધનપુર-પાલનપુર નેશનલ હાઇવે રોડ ક્રોસ કરતાં રોંગ સાઈડમાં પુરઝડપે આવી રહેલ ઈલેક્ટ્રીક સ્કૂટીના ચાલકે ટક્કર મારતાં યુવક રોડ પર પટકાયા હતા . જે ઘટના બાદ તાત્કાલિક તેઓને રાધનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં યુવકના બંને પગના ઢીંચણના ભાગે ફેક્ચર જણાય આવ્યું હતું. બનેલ અકસ્માતની ઘટનામાં સ્કૂટી ચાલક રમેશભાઈ પટેલ રહે.અલ્હાબાદ નાં વિરુદ્ધમાં ઇજાગ્રસ્તના પાંચાભાઈના ભાઇ જયંતિભાઈ ઠાકોર દ્વારા રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!