હત્યાની ઘટનાને બહાને તાપસી પન્નુએ ‘કબીર સિંહ’ને આડેહાથ લેતાં ટ્રોલ થઇ

મુંબઈ,
તાપસીએ એક ન્યૂઝપોર્ટલના ન્યૂઝને રીટ્વીટ કરીને કÌšં હતું, ‘શું ખબર તેઓ એકબીજાને પાગલની જેમ પ્રેમ કરતા હોય અને આમ કરવું તેમના સાચા પ્રેમને સાબિત કરે છે.’ તાપસીએ જે ન્યૂઝને લઈ ટ્વીટ કરી હતી તે મહારાષ્ટÙના નાગપુરમાં એક યુવકે પોતાની ૧૯ વર્ષીય પ્રેમિકાની હત્યા કરી હતી. યુવકે પોતાની પ્રેમિકાને એટલા માટે મારી નાખી હતી કારણ કે તેને તેના કેરેક્ટર પર શંકા હતી. તાપસીની આ ટ્વીટ ફિલ્મ ‘કબીર સિંહ’ના ડિરેક્ટર સંદિપ વાંગા તરફ ઈશારો કરતી હતી. ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં સંદિપ વાંગાએ ‘કબીર સિંહ’ની તરફેણ કરતાં કÌšં હતું કે તે પ્રેમ જ શું, જેમાં થપ્પડ મારવાની આઝાદી ના હોય. સંદિપના આ નિવેદનની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. તાપસીએ જે રીતે સંદિપના નિવેદનને ગંભીર મર્ડર કેસ સાથે જાડ્યું તે વાત સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવી નથી. સોશિયલ મીડિયામાં તાપસીને ટ્રોલ્ડ કરવામાં આવી હતી. ટ્રોલ્ડ થયા બાદ તાપસીએ સ્પષ્ટતા કરતાં ચેતવણી આપતી ટ્વીટ કરી હતી, ‘લોકો પાસે કટાક્ષને સમજવાની સમજ ના હોય તે મહેરબાની કરીને મારી ટ્વીટને ઈગ્નોર કરે. આભાર…’ તાપસીની બીજી ટ્વીટ બાદ તેના ચાહકો પણ ભડકી ઉઠ્યાં હતાં. એક ફીમેલ યુઝરે તપાસીને સલાહ આપતા કÌšં હતું, કોઈની હત્યા પર તમારા જેવી એક્ટ્રેસ કટાક્ષ કરે તે યોગ્ય નથી. તો અન્ય એકે કÌšં હતું, ૧૯ વર્ષીય યુવતીની હત્યા પર કોઈ પણ રીતે કટાક્ષ થઈ શકે નહીં. તો એક યુઝરે કંગનાની બહેન રંગોલીને ટેગ કરીને લખ્યું હતું, જુઓ આ તાપસી ફરી બોલી રહી છે, રંગોલીએ સાચું જ કÌšં હતું, સસ્તી કોપી.