‘સાહો’માં ૮ મિનિટની એક્શન સીક્વન્સ પાછળ અધધધ… ૭૦ કરોડનો ખર્ચ..!!

મુંબઈ,
પ્રભાસની એક્શન પેક્ડ ફિલ્મ ‘સાહો’ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર, પોસ્ટર્સ તથા ફર્સ્ટ સોંગ ‘સાઈકો સૈયા’ રિલીઝ થઈ ગયા છે. આ ફિલ્મ પાછળ મેકર્સે અઢળક ખર્ચો કર્યો છે. હાલમાં ચર્ચા છે કે ‘સાહો’ની આઠ મિનિટ લાંબી એક્શન સીક્વેન્સ માટે મેકર્સે ૭૦ કરોડ ખર્ચ્યા છે.
‘સાહો’ના સિનેમેટોગ્રાફર મધીએ કÌšં હતું કે અબુ ધાબીમાં શૂટ કરવામાં આવેલા આઠ મિનિટના એક્શન સીન્સ પર મેકર્સે ૭૦ કરોડનો ખર્ચ કર્યો છે. ફિલ્મના વિઝ્યૂઅલ જાયા બાદ કહી શકાય કે આ ફિલ્મ ઈતિહાસ રચશે. મેકર્સ સિંગલ સીક્વન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે તેવું ભાગ્યે જ બને છે.
‘સાહો’ના એક્શન સીન્સને કેની બેટ્સે ડિરેક્ટ કર્યાં છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પોલીસના રોલમાં છે. આ ફિલ્મમાં પ્રભાસ-શ્રદ્ધા ઉપરાંત મંદિરા બેદી, જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ, ચંકી પાંડે પણ છે.