પ્રો કબડ્ડી સિઝન ૭ ૨૦ જુલાઇથી શરૂ, ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્‌સે જર્સી લોન્ચ કરી

પ્રો કબડ્ડી સિઝન ૭ ૨૦ જુલાઇથી શરૂ, ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્‌સે જર્સી લોન્ચ કરી
Spread the love

અમદાવાદ,
પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સિઝનમાં ફાયનાલિસ્ટ રહી ચૂકેલી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ આ પ્રિમિયર સ્પોર્ટીંગ લીગની તા. ૨૦મી જુલાઈથી પ્રારંભ થઈ રહેલી ૭મી સિઝનમાં પ્રવેશવા માટે ગર્જના કરી રહી છે. આગામી સ્પર્ધા માટે ટીમમાં નવા ખેલાડી તરીકે નવા જાશને સ્થાન આપ્યા પછી ગુજરાતની હોમ ટીમ લીગમાં અચરજકારી પ્રદર્શન માટે સજ્જ બની છે. સોમવારે અમદાવાદ ખાતે યોજાયેલા એક સમારંભમાં ટીમના ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ, અને અન્ય લોકોની હાજરીમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ ટીમની જર્સી લોન્ચ કરાઈ હતી. આ પ્રસંગે ‘લવની ભવાઈ’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા મલ્હાર ઠાકર અને આરોહી પટેલ હાજર રહ્યા હતા.
ટીમની નવી પ્રચાર ઝુંબેશ “ઈસ બાર છોડના નહી” છેલ્લી બે સિઝનમાં છેક સુધી રોમાંચક દેખાવ કર્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ આગામી સિઝનમાં ટીમ જે પ્રકારે ઉમદા પ્રદર્શન કરવા માટે સજ્જ બની છે તે અંગેનો ઈરાદો વ્યક્ત કરે છે. આ પ્રસંગે નવી પ્રચાર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર પાંચ વર્ષ પહેલાં અÂસ્તત્વમાં આવ્યા છતાં પ્રો કબડ્ડી લીગ દેશમાં ખૂબ જ લોકપ્રિય સ્પોર્ટીંગ લીગ તરીકે ઉભરી આવી છે. ૧૨ ટીમની લીગ કબડ્ડીના ચાહકોના દિલમાં રેઈડ કરવા તૈયારી કરી રહી છે.
પીકેએલ-૭નો પ્રારંભ તા. ૨૦મી જુલાઈથી થશે. કેપ્ટન સુનિલ કુમારની આગેવાની હેઠળની ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (જીએફજી)ની ટીમ એ પછીના દિવસે બેંગલુરુ બુલ્સ સાથે ટકરાશે. ગુજરાતની પોતાની ટીમના હોમ લેગનો પ્રારંભ તા. ૧૦ ઓગસ્ટના રોજ અમદાવાદમાં અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે થશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!