અનુષ્કા સાથે લંડનમાં ફરતા કોહલી થયો ટ્રોલ, ચાહકોએ કહ્યુ ‘હાર ભૂલી ગયા..?!!’

લંડન,
ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં હાર બાદ ભારતનું વર્લ્ડ ચેÂમ્પયન બનવાનું સપનું તૂટી ગયું હતું. જાકે, ટિકિટ ન મળતા ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં જ રોકાવું પડ્યું હતું. રોહિત શર્મા પોતાની પત્ની અને દીકરી સાથે સ્વદેશ પરત ફર્યો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે લંડનમાં ફરી રહ્યો છે. હારને ભૂલીને તે પોતાનો કિંમતી સમય પત્ની સાથે ગાળી રહ્યો છે. જાકે, બીજી તરફ આ અંગેની તસવીરો સામે આવ્યા બાદ વિરાટના ચાહકો ફરી નારાજ થયા છે. સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતના ટોપ ઓર્ડર રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલનું બેટ શાંત રÌšં હતું. ત્રણેય એક એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ જ કારણે ભારતનું વર્લ્ડ કપ ૨૦૧૯માં જીતનું સપનું તૂટી ગયું હતું. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં ફરી રહ્યા હોય તેવી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. વિરાટ-અનુષ્કાની તસવીરો પર ચાહકોએ પ્રતિક્રિયા આપી કે હારની ભૂલીને આ લોકો ત્યાં ફરી રહ્યા છે. અમે અહીં ઘરે હારનું દુઃખ મનાવી રહ્યા છીએ. અમુક લોકો તેના ફરવા અને સેમિ ફાઇનલમાં ઝડપથી પેવેલિયન પરત ફરવાની ઘટનાને જાડી રહ્યા છે. નોંધનીય છે કે ટોલર્સ અવાર નવાર અનુષ્કાને નિશાને લેતા હોય છે.