જૂનાગઢ : કિસાન સમ્માન નિધિ યોજનામાં ખેડૂતોનો સમાવેશ કરવા ડ્રાઈવ

જૂનાગઢ : કિસાન સમ્માન નિધિ યોજનામાં ખેડૂતોનો સમાવેશ કરવા ડ્રાઈવ
Spread the love

જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં પાત્રતા ધરાવતા ખેડૂતોનો સમાવેશ કરવા સેચ્યુરેશન ડ્રાઈવ યોજાશે

 

તા.૫ થી ૧૫ જુન દરમિયાન સેચ્યુરેશન ડ્રાઈવ યોજાશે

જૂનાગઢ : ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯ થી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (પી.એમ.કિસાન) યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ.૬૦૦૦/- ત્રણ હપ્તાઓ પેટે ખાતેદાર ખેડૂતના બેંક એકાઉન્ટમાં DBT મારફત જમા કરવામાં આવે છે.

આ યોજનામાં તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોનો સમાવેશ કરવા તા. ૦૫-૦૬-૨૦૨૪ થી તા.૧૫-૦૬-૨૦૨૪ દરમિયાન સેચ્યુરેશન ડ્રાઈવ યોજાશે. જેથી આ યોજનામાં નવી અરજીઓની પી.એમ. કિસાન પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન મેનુ દ્રારા પાત્રતા ધરાવતા ખેડૂતોની નોંધણી ચાલુ છે. નોધણી કર્યા  બાદ જરૂરી સાધનિક કાગળો પોતાના ગામના તલાટી મંત્રીશ્રીને રજુ કરવાના રહેશે.

ઉપરાંત જે ખેડૂતો નોંધાયેલા છે પરંતુ તેમનું e-KYC, લેન્ડ સીડીંગ, DBT Enable અને આધાર સીડીંગ બાકી હોય તો આગામી હપ્તાનો લાભ મેળવવા માટે પી.એમ.કિસાન યોજનામાં e-KYC, લેન્ડ સીડીંગ, DBT Enable  અને આધાર સીડીંગ કરાવવું ફરજીયાત છે. e-KYC, લેન્ડ સીડીંગ, DBT Enable  અને આધાર સીડીંગ કરેલ લાભાર્થીઓના આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં જ ૨૦૦૦ રૂપિયા જમાં કરવામાં આવશે. વધુ માહિતી માટે તાલુકાના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક(વિ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જુનાગઢ અને કિસાન કોલ સેન્ટર નં.૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક  કરવા  જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વિક્રમસીંહ ચૈાહાણની એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!