પાટણ: જૈન મંડળ સંચાલિત ટી.ડી.સ્માર્ટ વિદ્યાલય ભવનને દાતા પરિવારના હસ્તે ખુલ્લું મુકાયું…

પાટણ: જૈન મંડળ સંચાલિત ટી.ડી.સ્માર્ટ વિદ્યાલય ભવનને દાતા પરિવારના હસ્તે ખુલ્લું મુકાયું…
Spread the love

પાટણ: જૈન મંડળ સંચાલિત ટી.ડી.સ્માર્ટ વિદ્યાલય ભવનને દાતા પરિવારના હસ્તે ખુલ્લું મુકાયું…


બે કરોડના ખર્ચે ૩૦ હજાર સ્કેવર ફુટમા આકાર પામેલ સ્માર્ટ સ્કૂલ વિધાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે.

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત રૂ. ૨ કરોડના ખર્ચે ૩૦ હજાર સ્કવેર ફુટ મા નિમૉણ કરવામાં આવેલ ત્રિભોવનભાઈ ધનજીભાઈ સ્માર્ટ વિદ્યાલય (ટી.ડી.એસ.)ના નવીન ભવનને રવિવારે મુખ્યદાતા ત્રિભોવનભાઈ ધનજીભાઈ પટેલના વરદ
હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.દ્વિ-દિવસીય આયોજિત આ મંગલ કાર્યક્રમોમાં પંચકલ્યાણક પૂજા, માં સરસ્વતી પૂજન,મ્યુઝીકલ-સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે.સાથે સાથે એ.સી.,કોમ્પ્યુટર રૂમ, જનરલ લેબ, સિધ્ધહેમ જ્ઞાન લેબની ભેટ આપનાર તમામ દાતાઓનું પણ વિશેષ સન્માન કરવામા આવશે.

પાટણ શહેરમાં આજથી ૮૦ વર્ષ પહેલા વડોદરા ગાયકવાડ સરકાર દ્વારા મળેલી ૬ વિધા જગ્યામાં શ્રી પાટણ જૈન મંડળ દ્વારા બીડીએસવી વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. મંડળના સંનિષ્ઠ પ્રયાસો થકી પાટણના વિદ્યાપ્રેમી શેઠશ્રી ભોગીલાલ દોલતચંદ શાહ પરિવાર તરફથી માતબર રકમનું દાન મળતા આ ઉજજડ ભૂમિમાં જ્ઞાન ગંગાનું અવતરણ કરાવવામાં આવ્યું હતું.

શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત ભવન તૈયાર થતા તા.૧૪-૪-૧૯૫૧ના રોજ મુંબઇ રાજ્યના મુખ્યપ્રધાન બાલા સાહેબ ઠાકરે દ્વારા આ સ્કૂલના દરવાજા પાટણની જનતાના શૈક્ષણિક વિકાસ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ વિદ્યાલયમાં અપાતા શિક્ષણ પ્રદાન થકી છેલ્લા ૮૦વર્ષમાં હજારો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરવાનું તેમજ સેંકડો કુટુંબોના તારણહાર બનવાનું સૌભાગ્ય શ્રી પાટણ જૈન મંડળને મળ્યું છે.ત્યારે રવિવારે ખુલ્લી મૂકવામાં આવેલ ટી. ડી. સ્માર્ટ વિધાલય ભવન વિધાર્થીઓના અભ્યાસ માટે આશીર્વાદ રૂપ બની રહેશે તેવું સંસ્થાના ટ્રસ્ટી દાનેશભાઈ શાહ અને રાજુભાઈ શાહે જણાવ્યું હતું.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!