બિસ્મિલ્લાબાદ ગામનાં લોકોને પાણી માટે એકમાત્ર હેન્ડ પંપના સહારે…

બિસ્મિલ્લાબાદ ગામનાં લોકોને પાણી માટે એકમાત્ર હેન્ડ પંપના સહારે…
નલ સે જલ યોજના ને પોકળ સાબિત કરતા દૃશ્યો:બિસ્મિલ્લાબાદ ગામનાં લોકોને પાણી માટે એકમાત્ર હેન્ડ પંપના સહારે
લ્યો. બોલો. ગામમાં પાણીનો સમ્પ છતાં 3 વર્ષથી પાણી ન આવતું હોય ગ્રામજનોએ સ્વ ખર્ચે હેન્ડ પંપ બનાવ્યો..
પાટણ જિલ્લો નલ સે જલ યોજનામાં 100 ટકા કામગીરી પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સમીનું બિસ્મિલ્લાબાદ ગામ છેલ્લા ત્રણ વર્ષથી નળથી નહીં હેન્ડ પંપથી પાણી મેળવી રહ્યું છે. ગામમાં આવેલાં સંપ ખાલી જ રહેતા ઘરમાં નાખેલા નળમાં પાણી જ ના આવતું હોય મજબૂરી વશ જીવનનિર્વાહ માટે મહિલાઓ દ્વારા ગામના સીમમાં બનાવવામાં આવેલા પાણીના હેન્ડ પંપ મારફતે ભારે સંઘર્ષ કરી પાણી મેળવી રહી છે. સમગ્ર ગામ વચ્ચે માત્ર એક જ હેન્ડ પંપ હોય મહિલાઓ લાઈનમાં બેસી રહ્યા બાદ નંબર આવતા પોતાના હાથથી પંપ મારી માંડ બે બેડા પાણી ભરી ઘરે લઈને જઈ શકે છે. આ બે બેડા પાણી માટે મહિલાઓને કલાકો સુધી ગરમીમાં પોતાનો વારો આવવાની રાહ જોઈને બેસી રહેવું પડે છે. આ દ્દશ્યો કેટલા અંશે નલ સે જલ યોજના 100 પૂર્ણ થઈ છે તેની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે.
સમ્પ હોવા છતાં પાણી ના મળતા ગ્રામજનોએ સ્વ ખર્ચે હેન્ડ પંપ બનાવ્યો : પૂર્વ સરપંચ ગામમાં 800 લોકો વસવાટ કરે છે. ગ્રામજનોને પાણીની સુવિધા માટે સંપ બનાવ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સમીથી પાઇપ લાઇનનું કનેક્શન કરાયેલ છે. પરંતુ ગામમાં સંપ સુધી પાણી પહોંચી જ રહ્યું નથી જેને લઈ સંપ છેલ્લા 3 વર્ષથી ખાલીખમ જ પડ્યો છે. પાણી વગર ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હોય સ્વ ખર્ચે ગામની સીમમાં જમીનમાં પાઇપલાઈન નાખી હેન્ડપંપ ઊભો કર્યો છે. જેના મારફતે સમગ્ર ગામની મહિલાઓ પાણી ભરી રહી છે. પાણીની સમસ્યા અંગે વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરી છે છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી હાલ સમગ્ર ગામ પાણી માટે માત્ર આ એક હેન્ડ પંપના સહારે છે તેવું બિસ્મિલ્લાબાદ પૂર્વે સરપંચએ જણાવ્યું હતું.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300