ગોચનાદ ખાતે બજાણીયા સમાજના બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો..

ગોચનાદ ખાતે બજાણીયા સમાજના બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો..
પાટણના ગોચનાદ ગામ ખાતે બજાણીયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા દાતાઓ ની મદદ થી વિચરતી જાતિપૈકી બજાણીયા સમાજ ના બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 9થી 12 ના જે સમાજ માં એક થી ત્રણ નમ્બર લાવનાર બાળકો ને શિલ્ડ પ્રમાણપત્ર અને સ્કૂલ બેગ, ચોપડા, પાણી,બોટલ,કંપાસ,બોલપેનો વગેરે આપીને સન્માન કરવા માં આવ્યું હતું.
બજાણીયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળના સભ્ય અને વર્ગ 2 અધિકારી સોમભાઈ લક્ષમણભાઈ ,રાધનપુર શિક્ષક શંકરભાઈ સરતાનભાઈ ગોચનાદ(વી.એસ.એસ.એમ. પાટણ જિલ્લા ના કાર્યકર) મોહનભાઇ મોતીભાઈ હારીજ
શંકરભાઇ શોભાભાઈ તાતીયાણા ખોડાભાઈ ઝંડાલા,હરેશભાઇ કોલીવાડા વગેરે મિત્રો મળીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.બજાણીયા સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા દાતાનું સન્માન કરી ને આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300