રાધનપુર વોર્ડ નંબર 1 માં ગંદકીનું સામ્રાજ્ય : ઠેર ઠેર ગંદકીના ગંજ લોકો ત્રાહિમામ

રાધનપુર વોર્ડ નંબર 1 માં ગંદકીનું સામ્રાજ્ય…
4 માસ થી જાહેર રસ્તા પર ગંદકી એટલી હદે ફેલાઈ લોકોને ચાલવું મુશ્કેલ બન્યું..
પાટણ જિલ્લાના રાધનપુર શહેરના નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1 માં છેલ્લા 4 માસ થી જાહેર રસ્તા પર એટલી હદે ગંદકી ફેલાય છે કે ત્યાંથી લોકોને અને વાહનચાલકોને અહીંયા ચાલવું મુશ્કેલ બન્યું છે. પાલિકા નું બેદરકારી ભર્યું કામ રાધનપુરના જોવા મળી રહ્યું છે. પાલિકા નાં સતાધીશો જાડી ચામડીના અધિકારીઓ સ્થળ પર મુલાકાત લેવા માંગ કરી હતી જાહેર રસ્તા પર ખદબદી રહેલ ગંદકી ની સમસ્યા અનેક વાત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકો નો પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાધનપુર નગર પાલિકા વોર્ડ નંબર 1માં છેલ્લા ચાર માસ થી જાહેર રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય ના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકાને લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકો જાતે ગટર સાફ કરવા મજબૂર બન્યા છે.ત્યારે પાલિકા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તો ગંદકીને લઇને સ્થાનિકો દ્વારા ત્યાંથી પસાર થતી વખતે ગટર ને અવાર નવાર સાફ સફાઈ કરવા છતાં શહેરી વિસ્તારની ગટર હોવાના કારણે જાહેર રસ્તા પર ઉભરાઈને જાહેર રસ્તા પર ફરી વળી છે ત્યાંથી અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. પરંતુ અસહ્ય ગંદકી અને કચરાના ઢગલાના કારણે માથાના દુખાવા સમાન ગંદકી ને લઇને ગાબડું પાણી રોડ રસ્તા પર આવતા દુર્ગંધ મારે છે.જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. આ ઉપરાંત મચ્છરો અને માખીનો ભારે ઉપદ્રવ થતા રોગચાળો ફેલાવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.
વોર્ડ નંબર 1 ના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ અંગે નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ સમક્ષ વારંવાર મૌખિક રજુઆતો કરવા છતાં પણ કોઇજ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300