‘ફૂલી નંબર-૧’ની રિમેકમાં વિવાન ભટેના વિલન હશે

મુંબઈ,
વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ ‘ફૂલી નંબર ૧’ની રિમેકમાં એક્ટર વિવાન ભટેના વિલનના રોલમાં દેખાશે. અગાઉ તેણે વરુણ ધવન સાથે ‘જુડવા ૨’માં પણ કામ કર્યું હતું. તે ફિલ્મમાં પણ તે નેગેટિવ રોલમાં જ હતો. વિવાને જણાવ્યું કે, ‘હા, હું એકવાર ફરી ફૂલી નંબર ૧માં વિલનનો રોલ પ્લે કરવાનો છું. ફિલ્મના શૂટિંગ માટે હું ટૂંક સમયમાં જ બેંગકોક જવાનો છું.’ જે રીતે ઓરિજિનલ ફિલ્મ આખી ગોવિંદા પર ફોકસ હતી તેવી જ રીતે રિમેકમાં બધું ફોકસ વરુણ પર છે. ફિલ્મમાં વરુણની સાથે સારા અલી ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મને વરુણના પિતા ડેવિડ ધવન ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧ મેના રોજ રિલીઝ થવાની છે.
વિવાને થોડા સમય પહેલાં જ અક્ષય કુમાર સ્ટારર ‘સૂર્યવંશી’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. તેણે જણાવ્યું કે,‘મને હંમેશાંથી એક ઈચ્છા હતી કે હું મોટી ફિલ્મનો હિસ્સો બનું અને આ ઈચ્છા સૂર્યવંશી ફિલ્મથી પૂરી થઇ ગઈ. આ એક એક્શન ફિલ્મમાં ઘણા બાઈક ચેઝિંગ સિક્વન્સ છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આવી ફિલ્મમાં મને કામ કરવાનો મોકો મળ્યો.’