૯ મહિનાને ૧૬ દિવસ થઈ ગયા, ઘરની ઘણી જ યાદ આવે છેઃ રીષિ કપૂર

મુંબઈ,
બોલિવૂડ એક્ટર રીષિ કપૂર ગયા વર્ષે કેન્સરની બીમારી માટે ન્યૂયોર્ક ગયા હતાં. હવે, તેઓ કેન્સર ફ્રી છે. જાકે, તેમની સારવાર થોડી બાકી હોવાથી હાલમાં તેઓ ન્યૂયોર્કમાં જ રોકાયા છે. હાલમાં જ તેમણે ઈન્ટરવ્યૂમાં કÌšં હતું કે તેમને ઘરની ઘણી જ યાદ આવે છે.
રીષિ કપૂરે કÌšં હતું કે હવે તે પર્ફેક્ટ છે અને કેન્સર મુક્ત છે. જાકે, હજી પણ સારવાર ચાલુ છે. તેમણે વધુમાં કÌšં હતું કે વાંધો સારવારમાં નહીં પણ તેના રિએક્શન ટાઈમમાં હતો. એક સારવારની વચ્ચે છ અઠવાડિયાનો ગેપ રાખવામાં આવે છે. આ સમય દરમિયાન તમે ખાઈ શકો છો, શોપિંગ કરી શકો છો, ફિલ્મ પણ જાઈ શકો છો. તેઓ અહીંયા ૯ મહિના અને ૧૬ દિવસથી છે અને તેમને ઘરની ઘણી જ યાદ આવે છે.
કેન્સરને કારણે રીષિ કપૂરની તબિયત ઘણી જ નરમ રહેતી હતી. શરૂઆતના ચાર મહિનામાં તેમનું વજન ૨૬ કિલો જેટલું ઘટી ગયું હતું. તેમને ભૂખ લાગતી નહોતી અને તે ખાઈ પણ શકતા નહોતાં. જાકે, હવે તેમની તબિયત ઝડપથી સુધારા પર છે અને વજન પણ સાત-આઠ કિલો જેટલું વધી ગયું છે.