હોલિવૂડ સ્ટારનાં પુત્રએ જન્મદિને શરૂ કર્યો ફૂડ ટ્રક, ગરીબોને ફ્રીમાં ભોજન મળશે

લોસ એન્જલ્સ,
હોલિવૂડ સ્ટાર વિલ Âસ્મથના દિકરા જેડન Âસ્મથએ તેનો ૨૧મો જન્મદિવસ તાજેતરમાં જ ઉજવ્યો હતો. આ ઉજવણી તેના પરીવાર માટે તો ખાસ હતી જ પરંતુ તેણે એક એવું કામ કર્યું કે જેનાથી તેના વખાણ દુનિયાભરમાં થવા લાગ્યા છે. જેડનએ પોતાના જન્મદિવસે એક સર્વિસની શરૂઆત કરી છે જેમાં તેણે એક ફૂડ ટ્રક શરૂ કર્યો છે જે ગરીબ અને નિરાધાર લોકોને ફ્રીમાં ભોજન પુરું પાડશે. આ ફૂડ ટ્રકનું નામ પણ આઈ લવ યૂ રાખવામાં આવ્યું છે.
અમેરિકી રૈપર જેડન Âસ્મથએ તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ટ્રકનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે આઈ લવ યૂ ટ્રક એવી મૂવમેન્ટ છે જે લોકોને તે પૂરું પાડશે જે તેઓ ડિઝર્વ કરે છે. જેડનના આ નિર્ણયની સરાહના સેલિબ્રિટી તો કરી જ રહ્યા છે પરંતુ સામાન્ય લોકો પણ તેને બિરદાવી રહ્યા છે. જેડનએ પોતાના જન્મદિવસની કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે પોતાના પરીવાર સાથે કેક કટ કરતો જાવા મળે છે.