પર્યાવરણપ્રેમી ઐશ્વર્યાએ બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપમાં ૧ કરોડ રૂપિયા રોક્યા

મુંબઈ,
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ભલે ફિલ્મોથી હાલમાં દૂર છે અને ઘણા સમયથી તેની કોઈ ફિલ્મ જાવા નથી મળી પરંતુ તેણે એક શાનદાર કામમાં પૈસા રોક્્યા છે. વાસ્તવમાં ઐશ્વર્યારાયે પોતાની મા વૃંદા કે આર સાથે બેંગલુરુમાં એક સ્ટાર્ટઅપમાં ૧ કરોડ રૂપિયા રોક્્યા છે. જે હવાની ગુણવત્તા વિષે ડેટા આપે છે. આ પહેલા તેણે મહારાષ્ટÙમાં પવન ઉર્જા પરિયોજનાઓમાં રોકાણ કર્યુ હતુ.
આ સ્ટાર્ટઅપનું નામ અંબી છે અને તેનાથી પર્યાવરણને ઘણો લાભ થાય છે. તેમનુ માનવુ છે કે આ રીતના કામ માટે લગભગ બધા લોકોએ સાથે આવવુ જાઈએ. પર્યાવરણની બગડતી Âસ્થતિને જાઈને અભિનેત્રીની આ પહેલ પ્રશંસનીય છે અને તેનુ માનવુ છે કે આપણે પર્યાવરણને તેના પહેલાના રૂપમાં પાછુ લાવી દેવુ જાઈએ. અભિનેત્રી આ રીતના કામો માટે હંમેશા ઉત્સાહથી ભાગ લે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લી વાર ફિલ્મ ફન્ને ખાંમાં જાવા મળી હતી અને લોકોને તેનો અભિનય ખૂબ ગમ્યો હતો. ઘણા સમયથી ચર્ચા છે કે તે અભિષેક બચ્ચન સાથે કોઈ ફિલ્મમાં જાવા મળવાની છે.