‘કંચના’ની હિંદી રિમેકમાં તરુણ અરોરા વિલનની ભૂમિકામાં ચમકશે

મુંબઈ,
અક્ષય કુમાર અને કિયારા અડવાણીની રાઘવ લોરેન્સની તમિલ હોરર-કોમેડી ફિલ્મ ‘કંચના’ની હિંદી રિમેકમાં કામ કરવાના છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે.
આ ફિલ્મના ડેવલપમેન્ટ વિશે સૂત્રે જણાવ્યું હતું કે, ” આ ફિલ્મના વિલનના પાત્ર માટે ફિલ્મમેકર્સે એકટર તરુણ અરોરાને કાસ્ટ કરવાના છે. તરુણે ૨૦૦૭માં આવેલી ‘ જબ વી મેટ’માં કરીના કપૂરના બોયફ્રેન્ડ અંશુમનનું પાત્ર ભજવ્યુ હતું. તરુણે ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં પણ મૂળ ફિલ્મની માફક જ વિલન એક લાંચિયો એમએલએ હશે. ડાયરેકટર રાઘવે તરુણ સાથે ‘કંચના ૩’માં કામ કર્યું છે. દિગ્દર્શકને આ પાત્ર માટે તરુણ જ યોગ્ય લાગ્યો હતો.
આ ફિલ્મમાં તરુણના પાત્રના નાના ભાઇના રોલ માટે હજી અભિનેતાની શોધ બાકી છે.