હારીજ ખાતે શ્રી સદારામ એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન સેમિનાર..

હારીજ ખાતે શ્રી સદારામ એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ગદર્શન સેમિનાર..
વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ૨૦૦ જેટલા વિધાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો..
શ્રી સદારામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજની વાડી ખાતે વિધાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રો માટે પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે સદારામ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સેમિનારમાં વિધર્થોને માર્ગદર્શન ,પરીક્ષા અંગે મુંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ માટે શ્રી સદારામ શિક્ષણ સમિતિ હારીજ દ્વારા એક નાનકડા પ્રયાસ રૂપે માર્ગદર્શન સેમીનારનું ભવ્ય આયોજન કર્યું જેમાં માર્ગદર્શક તરીકે વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્ર ના મોટીવેશનલ સ્પીકર મુકેશ મકવાણા દ્વારા પરિક્ષાર્થી વિધાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું .યુવરાજ સિંહ તેમજ મુકેશભાઈ મકવાણા દ્વારા શાનદાર મોટિવેશન તેમજ એકદમ સચોટ પરિણામ મળે એવી પદ્ધતિ આપી ને ખુબ સારું માર્ગદર્શન પુરૂ પાડયું હતું માર્ગદર્શન સેમિનાર સફળ બનાવવા સદારામ શિક્ષણ સમિતિ યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300