જગદીશ ત્રિવેદીનો અગિયાર કરોડના દાનનો મનોરથ પુરો

જગદીશ ત્રિવેદીનો અગિયાર કરોડના દાનનો મનોરથ પુરો
અમેરીકાના ન્યુ જર્સી રાજ્યના માર્લ્ટન શહેરના કાર્યક્રમમાં અનુદાન અગિયાર કરોડને પાર
તા.૦૯/૦૬/૨૦૨૪ રવિવારે અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના સાઊથ જર્સી વિસ્તારમાં આવેલા માર્લ્ટન શહેરમાં ગુજરાતી સમાજ ઓફ ટ્રાયસ્ટેટ (GST) નામની સંસ્થા દ્રારા જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું.
જગદીશ ત્રિવેદીના નોર્થ અમેરીકાના પ્રવાસના આ ચૌદમા કાર્યક્રમમાં એમનો કુલ અગિયાર કરોડ રુપિયાનું દાન કરવાનો શિવસંકલ્પ પુરો થયો હતો.
આ સંસ્થાના પ્રમુખ નિકુંજ શાહ, બોર્ડ ઓફ ડીરેક્ટર હીતેન દોશી તેમજ દુષ્યંત માંકડીયા, કલ્પેશ મારું, પ્રકાશ પટેલ (પી.કે.) તેમજ મિત્રોએ આશરે સાડા ત્રણસોથી વધું માણસોની હાજરીમાં જગદીશ ત્રિવેદીના અગિયાર કરોડના સંકલ્પની પૂર્ણાહૂતિને આતશબાજી કરીને શાનદાર રીતે ઉજવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતી સમાજ ઓફ ટ્રાયસ્ટેટ દ્રારા જગદીશ ત્રિવેદીને કુલ ૧૬,૦૦૦ અમેરીકન ડોલર એટલે કે આશરે ૧૩,૧૨,૦૦૦/- રૂપિયા તેમના સમાજસેવાના યજ્ઞકાર્યમાં અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સાથેના ચિત્રોમાં પ્રેક્ષકો, લાક્ષણિક અદામાં જગદીશ ત્રિવેદી, ચેક અર્પણ કરતાં ગુજરાતી સમાજના કમિટિ મેમ્બર્સ, રાષ્ટ્રગીતનું ગાન કરતાં ગુજરાતીઓ અને છેલ્લે આતશબાજી કરીને અગિયાર કરોડના મનોરથની પૂર્ણાહુતિને ઉજવતાં કલાપ્રેમી ગુજરાતીઓ જોવા મળે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300