આનંદ ગરબા મંડળ -ભાડજ ધ્વારા શ્રી ગબ્બર 51 શકિત પીઠમાં આનંદનો ગરબો

શ્રી આનંદ ગરબા મંડળ -ભાડજ ધ્વારા શ્રી ગબ્બર 51 શકિત પીઠ માં પરીક્રમા માગૅ માં આવેલ 51 મંદિર માં આશરે 30 થી વધુ બહેનો એ આવી અસહ્ય ગરમી માં પણ થાક્યા વગર માતાજી ના આનંદ ગરબા કર્યાં હતાં.
સવારે 5-00 કલાકે ચાલુ કરવામાં આવેલ આ આનંદ ગરબા ની ધૂન સાંજે 8-0 કલાકે પૂર્ણ કરવામાં આવેલ.
આનંદ ગરબા ના મંડળ ના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ ધ્વારા ગરબા પુણૅ થતાં અંતે શ્રી 51 શકિતપીઠ ના તમામ પૂજારી શ્રી તથા ઓફિસ કમૅચારીઓ નો તથા મંદિર ટ્રસ્ટ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
આનંદ ગરબા ની ધૂન કરવા આવેલા બહેનો ને કાંઇ તકલીફ ન પડે તે માટે પૂજારી શ્રી ધ્વારા દરેક મંદિરમાં ઠંડા પાણી ની વ્યવસ્થા, સરબત,ચા , કોફી નાસ્તા તથા જમવાની વ્યવસ્થા માં સારા પ્રમાણમાં સહયોગ કરવામાં આવેલ.
દરેક મંદિરમાં ગરબા થાય અને માં જગદંબા પ્રસન્ન થાય તે માટે પૂજારી ધ્વારા સવારે 5-00 કલાક થી રાત્રે 8-00વાગયા સુધી મંદિર ખુલ્લા રાખવામાં આવેલ.
ગરબા કરવા આવેલ બહેનો ને શારીરિક તકલીફ ન પડે તે માટે આરોગ્ય કેન્દ્ર ધ્વારા સ્થળ પર જઈને તેમની મુલાકાત પણ કરવામાં આવેલ.
આમ મંદિર ટ્રસ્ટ દ્વારા શક્ય હોય તેટલી સહાયતા કરવામાં આવેલ.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાત ના તમામ આનંદ ગરબા મંડળ દર માસે ગબ્બર 51 શકિતપીઠ મા આનંદ ગરબા કરવા આવે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
આનંદ ગરબા 51 મંદિર માં રાત્રે 8-00 કલાકે પૂર્ણ થતાં ગબ્બર મંદિર ના મુખ્ય પૂજારી શ્રી ગીરીશભાઈ મહારાજ ના હસ્તે બહેનો ને માતાજી ના પ્રસાદ સ્વરૂપે ચુંદડી ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300