મારી દાઢી સફેદ થઈ ગઈ છે પણ મારી ઉમર પર ન જાઓઃ સંજય દત્ત

મુંબઈ,
અભિનેતા સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્ત સાથે ફિલ્મ પ્રોડક્શનની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બાબાના નામથી પ્રખ્યાત સંજય દત્ત પત્ની સાથે મરાઠી ફિલ્મ બાબા પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં ઘણા નામી મરાઠી કલાકાર જાવા મળવાનાં છે. આજે મુંબઈમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે કે જેમાં સંજય દત્ત અને તેની પત્ની સાથે પુરી સ્ટાર કાસ્ટ ત્યાં મોજુદ રહી હતી.
પહેલા સંજય દત્તે મીડિયાને જબાવ આપતા કÌšં કે હું મરાઠી માણસ છું અને અહીં જ પેદા થયો છું. મારી મા પણ મરાઠી હતી માટે પ્રોડક્શનની શરૂઆત અહીંથી કરી છે અને જા કોઈ ડાયરેક્ટર સારી મરાઠી ફિલ્મની ઓફર કરે તો ફિલ્મ કરવાની મારી ઈચ્છા છે.
મીડિયાએ આગળ સવાલ કર્યો કે શું તમે હવે ઉમર પ્રમાણે ફિલ્મનું સિલેક્શન કરો છો. ત્યારે બાબાએ જવાબ આપ્યો કે હાં દાઢી સફેદ થઈ ગઈ છે પણ મારી ઉમર પર ન જાઓ. મજાક કર્યા પછી બાબાએ ગંભીરતાથી જવાબ આપ્યો કે, જુઓ હવે મારી ઉમર એટલી તો નથી કે હું ઝાડ પાછળ છોકરીઓ આગળ પાછળ ફરીને ડાન્સ કરૂ. માટે હવે ફિલ્મ કરતા પહેલા ઉમરનું ધ્યાન રાખવું પડે છે.