નેહા કક્કડનું ‘સોરી સોન્ગ’ યૂટ્યૂબ પર છવાયું, રિલીઝ થતાં જ ૩ મિલિયન વ્યૂઝ..!!

નેહા કક્કડનું ‘સોરી સોન્ગ’ યૂટ્યૂબ પર છવાયું, રિલીઝ થતાં જ ૩ મિલિયન વ્યૂઝ..!!
Spread the love

મુંબઈ,
બોલીવુડની ચુલબુલી સિંગર નેહા કક્કડ જ્યારે પણ કોઇ નવું સોન્ગ રિલીઝ કરે છે તો તેના ફેન્સ તેને બ્લોકબસ્ટર બનાવવામાં કોઇ કસર છોડતા નથી. નેહા કક્કડએ પંજાબી સિંગર મનિંદર બટર સાથે મળીને નવું ગીત ‘સોરી સોન્ગ’ રિલીઝ કરી દીધું છે. યૂટ્યૂબ પર આ ગીતને અત્યાર સુધી ૩ મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્્યા છે. ગીતના બોલ તેની નાનકડી લવ સ્ટોરીને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
નેહા અને મનિંદર બંનેએ ગીતને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિલીઝ કર્યું છે. તમને જણાવી દઇએ કે નેહા, મનિંદર કરતાં પહેલાં પણ ઘણા પંજાબી સિંગર્સ જેવા, જસ્સી ગિલ અને બિલાલ સઇદ સાથે ગીત બનાવી ચૂક્્યા છે.
નેહાએ ઇન્ડીયન આઇડલ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. નેહાને તેના યૂટ્યૂબ વીડિયોઝને ફેમસ કરી દીધો અને ત્યારબાદ નેહા પોતાના કેરિયરની ઉંચાઇઓ પર પહોંચી ગયું. નેહાએ બોલીવુડના કેટલાક હિટ ગીતોનું મેશઅપ બનાવીને વર્ષ ૨૦૧૫માં યૂટ્યૂબ પર પોસ્ટ કર્યું હતું, જેને અત્યારસુધી ૪૨ મિલિયન વ્યૂઝ મળી ચૂક્્યા છે. ત્યારબાદ પણ નેહાના ઘણા વીડિયોઝ આવ્યા આ સેલ્ફી વીડિયોએ નેહાને એક અલગ જ ઓળખ આપી.

Admin

Admin

9909969099
Right Click Disabled!