એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ-આહવા ખાતે વૃક્ષારોપણ

એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ-આહવા ખાતે વૃક્ષારોપણ
Spread the love

આહવા તા. 20

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.કવા, જ્ઞાનધામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી ના આચાર્યા શ્રીમતિ અર્ચલા જોષી, શાળાના આચાર્યા સોનલ મેકવાન, પી.એસ.આઈ. એસ.એસ.ડેરૈયા ની ઉપસ્થિતિમાં પેરેડાઈઝ ઈકો ક્લબ દ્વારા વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.

મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા ફળાઉ ઝાડ આંબો,જાંબુ,કાજુ સહિત સુશોભન વૃક્ષો ગુલમહોર, જાસુદ સાથે ઔષધિ વૃક્ષો આંબળા,સરગવો નું શાળાના કંપાઉન્ડમાં વાવેતર કરવામાં આવ્યું હતું. શાળામાં કુલ ૬૦૦ વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. સહુ વિઘાર્થીઓને વૃક્ષનું મહત્વ સમજાવી માવજત કરવા અનુરોધ કરાયો હતો. શાળા પરિવાર, એસ.પી.સી. કેડેટ્સ અને વિઘાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ વૃક્ષારોપાણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!