હારીજ પંથકનામાં નર્મદાના નીર પૂરતા પ્રમાણમાં આપવા સાશક પક્ષના નેતાની રજુઆત…

હારીજ પંથકનામાં નર્મદાના નીર પૂરતા પ્રમાણમાં આપવા સાશક પક્ષના નેતાની રજુઆત…
Spread the love

હારીજ પંથકનામાં નર્મદાના નીર પૂરતા પ્રમાણમાં આપવા સાશક પક્ષના નેતાની જનમંચ કાર્યક્રમમાં રજુઆત…

ચાણસ્મા ખાતે કોંગ્રેસ પક્ષના જનમંચ કાર્યક્રમમાં હારીજ તાલુકામાં ખેડૂતોને નર્મદાના નીર પૂરતા મળી મળી રહે સાશક પક્ષના નેતા ભરત પરમારે ધારદાર રજુઆત કરી…

પશુપાલકોને નર્મદાના પાણી આપવા વિધાનસભામાં મુદ્દો રજૂ કરવા લેખિત માંગ કરી..


પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારો વચ્ચે રહી જન મંચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચાણસ્મા વિધાનસભા વિસ્તરમાં મતદારોને પડતી હાલાકીને લઈ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતાશ્રી અમિતભાઈ ચાવડા સાહેબની અધ્યતામાં જન મંચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હારીજ તાલુકાના,નારણપુરા, સોઢવ, પાલોલી, અરીઠા,બુડા, વાઘેલ,એકલવા સહિતના ગામોમાં ખેતી અને પશુપાલન માટે થોડા વર્ષો પહેલા પાણી મળતું હતું છેલ્લા ઘણા સમયથી આ વિસ્તરની ૨૫૦૦ વીઘા જમીન સૂકી ભઠ પડી રહી છે પાણી મુદ્દે અનેક વખત જવાબદાર તંત્રને રજુઆત છતાં કોઈ નિરાકરણ નહિ આવ્યું ખેડૂતો ચોમાસાની રાહ જોઈ ખેતી નિર્ભર રહે છે આ વિસ્તરમાં મોટાભાગે એસ સી ઓ બી સી સમાજ વસવાટ કરી રહ્યો છે. ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી નહિ મળતા બીજી જગ્યાએ ખેતી કરવા સ્થાનતર કરવાની નોબત ઉભી થવા પામી છે જેની અસર બાળકોના ભવિષ્ય પર પડી રહી છે .સત્વરે નારણપુરા ,સોઢવ,પાલીલો, ગામના ખેડૂતોને ઓક્ટોબર માસ બાદ તળાવોમાં નર્મદાના પાણી છોડવામાં આવે ખેડૂતો ઋતુ પ્રમાણે ખેતી કરી શકે તેવા આશય સાથે ખેડૂતોના હિતને લઈ સાશક પક્ષના નેતા ભરત પરમારે હારીજ પંથકના ખેડૂતોના હિત માટે જન મંચ કાર્યક્રમમાં ધારદાર રજુઆત કરી ખેડૂતોના પાણીના પ્રશ્નનું વિધાનસભા માં આ મુદ્દા ને ઉજાગર કરવામાં આવે તે માટે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!