બંને ચાહે દુશ્મન જમાના હમારા સલામત રહે દોસ્તાનાં હમારા

આ વરસે જેમની જન્મશતાબદી છે તે મોહમ્મદ રફી સાહેબનો જન્મ 24 ડિસેમ્બર 1924 માં થયો હતો.24 ડિસેમ્બર 2024 માં 100 મો જન્મદિવસ આવશે.
રફી સાહેબને પ્રથમ સફળતા 1953 ની બેજુ બાવરા ના ગીતોથી મળી હતી.
કિશોર કુમાર રફી સાહેબના હરીફ નહીં બહુ સારા મિત્રો હતા. અમર અકબર એન્થની ફિલ્મમાં મોહમ્મદ રફી સાહેબના ગીત પરદા હે પરદા આખુ ગીત રફી સાહેબ ગાવાના હતા. માત્ર એક પઁક્તિ “તો તો અકબર તેરા નામ નહીં હે “ પરદા પર આ સીન વખતે ઓડિયન્સમાં બેસી ગીત નિહાળતા અમિતાભ અચાનક ઉભા થઈ ગાવા માંડે છે ” તો અકબર તેરા નામ નહીં હે “ માત્ર અમિતાભવાલી એક પઁક્તિ ગાવા આખુ ગીત રફી સાહેબ ગાવાના હતા ત્યારે આ એક જ પઁક્તિ ગાવા કિશોરકુમારને ગાવા માટે બોલાવવા કોઈએ મનમોહન દેસાઈને સૂચન કર્યું તો મનમોહન દેસાઈની એક પઁક્તિ માટે કિશોરકુમારને બોલાવવાની હિંમત ચાલી નહીં તે વખતે રફી સાહેબને ખબર પડતા રફી સાહેબે તરત જ કિશોરકુમારને ફોન લગાવ્યો. રફી સાહેબનો ફોન આવતા કિશોરકુમાર તરત જ બધું કામ છોડી હાજર થઈ ગયા. અને એક માત્ર પઁક્તિ ગાઈ રફી સાહેબને ગળે વળગાડી મળીને તરત જ રવાના થઈ ગયા.
આ ફિલમના બીજા ગીત ” હમકો તુમ સે હો ગયા હે પ્યાર ક્યાં કરે “ આ એક ગીત એવું છે કે જેમાં ચાર દિગ્ગજ ગાયક કલાકારોએ એક સાથે કંઠ આપ્યો છે મોહમ્મદ રફી કિશોર કુમાર મુકેશ અને આપણા ભારત રત્ન કોકિલકંઠી લતા મંગેશકરે એક સાથે એક જ ગીતમાં પોતાનો કંઠ આપ્યો છે.
મોહમ્મદ રફી અને કિશોરકુમારના બન્ને સાથે એક જ ગીત ગાયું તેવા ગીતની સંખ્યા 72 ની છે જેમાં દોસ્તાનાં ફિલ્મના ” બને ચાહે દુશ્મન જમાના હમારા
સલામત રહે દોસ્તાનાં હમારા ” સામેલ છે.
એક વખતે તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એક કાર્યક્રમ માટે કિશોર કુમારને આમઁત્રણ આપ્યું હતું કિશોર કુમાર બીઝી હતા ઉપરાંત એડવાન્સ પેમેન્ટ પણ ના મળ્યું હોવાથી ધૂની જિદ્દી સ્વભાવના હોવાથી કાર્યક્રમમાં ગયા નહીં ગુસ્સે થયેલા વડાપ્રધાને કિશોર કુમારના ગીત ઓલ ઇન્ડિયા રેડીઓ પરથી બઁધ કર્યાં. રફી સાહેબને આ વાતની ખબર પડતા તરત જ દિલ્હી પહોંચી ગયા અને વડાપ્રધાનને મળી કિશોર કુમાર વતી રફી સાહેબે વડાપ્રધાનની માફી માંગી કિશોર કુમારના ગીતો ઓલ ઇન્ડિયા રેડીઓ પરથી શરૂ કરાવ્યા હતા.
આલેખન : અબ્બાસભાઈ કૌકાવાલા.સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300