અંબાજી – દિવાળી બા સદન પાસે ના નાસા ફાઉન્ડેશન માં ઉકરડા ની ભરમાર…..

અંબાજી – દિવાળી બા સદન પાસે ના નાસા ફાઉન્ડેશન માં ઉકરડા ની ભરમાર…..
Spread the love

અંબાજી – દિવાળી બા સદન પાસે ના નાસા ફાઉન્ડેશન માં ઉકરડા ની ભરમાર…..

નાસા ફાઉન્ડેશન ના ટોયલેટ બુથ દેસી દારુ ની ખાલી થેલીઓ થી ઉભરાયા…..

દિવાળી બા સદન પાસે ની ખુલ્લી ગટરો ના લીધે ગાય – કુતરા જેવા ઢોર ગટર માં પડી રહ્યા છે…..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત મંદિર તેમજ ગામ ની સફાઈ બાબતે મંદિર તંત્ર દ્વારા દિવસ – રાત ની બન્ને પાળી ના કર્મચારી મૂકી સફાઈ અને કચરો એકઠો કરવા ઠેર ઠેર વેસ્ટ કલેક્શન ગાડીઓ ફરી રહી છે.ત્યારે ગામ ની સફાઈ તો જળવાવવાની શરૂ થઈ છે.પરંતુ મંદિર હસ્તક ના દિવાળી બા સદન ની નજીક ના નાસા ફાઉન્ડેશન પાસે ગંદકી ના ઢગ જોવા મળી રહ્યા છે.

અંબાજી ખાતે આગામી દિવસો માં ભાદરવી પૂનમ ના મહા મેળા નું આયોજન થવાનું છે ત્યારે તંત્ર દ્વારા મેળા અને યાત્રિકો ની સુવિધા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.ત્યારે મંદિર તંત્ર દ્વારા ગામ ના તમામ વિસ્તારો માં સ્વચ્છતા જળવાય તે માટે દિવસ – રાત એમ બે પાળી માં સફાઈ કર્મચારી મૂકી ગામ ની સાફ – સફાઈ કરવામાં આવી રહી છે પરંતુ મંદિર હસ્તક ના જ દિવાળી બા સદન પાસે નાસા ફાઉન્ડેશન નું સ્નાનાગાર અને ટોયલેટ બુથ આવેલા છે ત્યાં જ ગંદકી ના ઢગ અને ટોયલેટ બુથ માં દારૂ ની ખાલી થેલીઓ ની ભરમાર જોવા મળી રહી છે.તો બીજી તરફ દિવાળી બા સદન પાસે આવેલ ઢાંકણ વગર ની ખુલ્લી ઉભરાતી ગટરો ના લીધે ગાય – કુતરા જેવા પશુઓ પણ ગટર માં પડી રહ્યા છે ત્યારે સમગ્ર ગામ માં ગંદકી દૂર કરતા તંત્ર ના પોતાના જ એક એકમ ની નજીક ના વિસ્તાર માં ખુલ્લી ઉભરાતી ગટર, અને ગંદકી અને કચરાના ઢગલા ને લીધે ચો તરફ દુર્ગંધ ફેલાઈ રહી છે તો ટોયલેટ બુથ માં દેસી દારૂ ની ખાલી થેલીઓ બાબતે અજાણ છે કે પછી અધિકારીઓ ,સુપરવાઈઝર ની બેદરકારી ને લીધે આ વિસ્તાર તરફ કોઈ ધ્યાન અપાતું નથી તેવું સાબિત થાય છે.
એક તરફ મેળા માટે આ વિસ્તાર ના આગળ ના ભાગે પ્લોટ વેચાણ થયા છે ત્યારે મંદિર અને ગ્રામ પંચાયત ના અધિકારીઓને અહી ની ગંદકી નજરે નહિ પડી હોય તે પ્રશ્ન ઊભા થયા છે.

ગ્રામ પંચાયત દ્વારા તરફ દબાણ હટાવ ઝુંબેશ તો બીજી તરફ પૈસા લઈ પ્લોટ નું દબાણ કરવાની આવી રહ્યું છે શુ આ કેટલા અંશે યોગ્ય છે ?

અંબાજી ગ્રામ પંચાયત દ્વારા 2 દિવસ પહેલા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતુ ત્યારે અનેક દુકાનો ના પતરા અને ઓટલાઓ ,કેબિનો ,વગેરે તોડી પાડી કે હટાવવામાં આવ્યા હતા.ત્યારે એક તરફ જે સી.બી. થી દબાણો દૂર કરવાની કામગીરી કરતા પંચાયત તંત્ર બીજી તરફ નાણાં નો વ્યવહાર કરી દબાણો કરી ને પ્લોટ ની હરાજી માં મૂકવાની છૂટ આપે છે જે બાબતે મંદિર નજીક વિસ્તાર ના વેપારીઓ માં વિરોધ થતાં પંચાયત ના અધિકારીઓ ને આડે હાથે લેતા અધિકારીઓ સ્થળ છોડી આગળ જતાં રહ્યા હતા.ત્યારે તંત્ર ની આવી બેવડી નીતિ સામે અનેક સવાલ ઉભા થાય છે …..

જાહેર શૌચાલયો માં દેસી દારૂ ની થેલીઓ, પોલીસ તંત્ર ની કામગીરી પર પણ સવાલ……!!!

અંબાજી એ યાત્રાધામ ની સાથોસાથ ચો તરફ થી ટ્રાઈબલ જાતિ થી ઘેરાયેલ વિસ્તાર છે ત્યારે અહી બસ સ્ટેન્ડ , જાહેર શૌચાલય , ગ્રામ પંચાયત બજાર જેવા વિસ્તારો માં દેશી દારૂ નું વેચાણ છૂટ થી ચાલુ છે.ત્યારે અંબાજી પોલીસ તંત્ર ની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે કે થોડા સમય પહેલા અંબાજી પોલીસ સ્ટાફ દ્વારા દેસી દારૂ નું વેચાણ કરતા ટ્રાઈબલ જાતિ ની બહેનો ને દારૂ જેવી બદી માંથી બહાર કાઢવા માટે શાક ભાજી વેચાણ માટે ની વ્યવસ્થા કરી આપી હતી તેમ છતાં પણ ગામમાં ખૂણે – ખચકે દેસી દારુ નું વેચાઈ અને પીવાઈ રહ્યું છે.ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા આગળ કરેલ કામગીરી ફક્ત નામના મેળવવા માટે કરાઇ હતી કે પછી પોલીસ સ્ટાફ ની મહેનત ને નેવે મૂકી જૂના ધંધા માં જ વધારે કમાણી હોવા ના લીધે તે મહિલાઓ ફરી થી દારૂ ના ધંધા માં જોડાઈ ગયી તે બાબત વિચારશીલ છે…..

આ સમગ્ર બાબતે એક તરફ ગામ માં સફાઈ અને બીજી તરફ ગંદકી ના ઢગ વચ્ચે આગામી મેળા ની તૈયારીઓ ચાલી રહી છે જેમાં આખું ગામ સ્વચ્છ બન્યું પરંતુ ખૂણો બાકી રહ્યા ની સ્થિતિ સર્જાવા પામી છે.ત્યારે મંદિર અને ગ્રામ પંચાયત ના અધિકારીઓ સફાઈ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.

રિપોર્ટ : અમિત પટેલ અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!