ટીક ટાકઃ ૧૪ દિવસના પોલીસ રિમાન્ડ પર એઝાઝ ખાન

મુંબઇ,
અભિનેતા અને બિગ બોસને કારણે ફેમસ બનેલા એઝાઝ ખાનની પોલીસે ૧૮ તારીખના રોજ ધરપકડ કરી હતી અને પોલીસને એઝાઝ ખાનની ૧૪ દિવસની રિમાન્ડ પણ મળી ગઇ છે. એઝાઝ ખાનની ગુરુવારના રોજ સાયબર ક્રાઇમ પોલીસે વાંધાજનક વીડિયો બનાવીને તેને અપલોડ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેના દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયોથી બે અલગ-અલગ સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવાનું કામ થઇ ર હતું.
ગુરુવારે એઝાઝ ખાનની મુંબઈ પોલીસની સાયબર સેલે ધરપકડ કરી છે. એઝાઝનીTik Tok મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, હાલમાં જTik Tok ૦૭ ગ્રુપે તબરેજ અંસારી મોબ લિંચિંગ મામલામાં વિવાદિત વીડિયો બનાવ્યો હતો, જેના સમર્થનમાં એઝાઝ સામે આવ્યો હતો અને આરોપીઓનું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં, જે ફૈઝૂ નામના વ્યક્ત વિરુદ્ધ સાયબર સેલનો મામલો દાખલ કર્યો હતો, તે સાથે વીડિયો બનાવીને મુંબઈ પોલીસની મજાક પણ ઉડાવી હતી.