આત્મન ફાઉન્ડેશન દ્વારા સેક્ટર-૨૩ની સરકારી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સામગ્રીનું વિતરણ

સરકારી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવાનાં ભાગરૂપે આત્મન સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આજ રોજ સેક્ટર – ૨૩ની સરકારી પ્રાથમિક શાળાનાં ધોરણ – ૧ થી ૮નાં વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુક, પેન, પેન્સિલ, રબર, શાર્પનર વગેરે સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૭૨ બાળકોને આ લાભ મળ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સહયોગીઓ ભરતભાઈ કવિ, અશોકભાઈ ત્રિવેદી, રાજેન્દ્રભાઇ સુથાર, પ્રો. અજય રાવલ, જયશ્રીબેન ખેતિયા, પ્રજ્ઞાબેન પટેલ, કિન્નરીબેન ત્રિવેદી, પ્રેમિલાબેન સુથાર વગેરેએ બાળકોને વસ્તુ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરી પણ કરી હતી અને નિયમિત શાળાએ આવવા, સારી રીતે અભ્યાસ કરવા શીખ આપી હતી. શાળાના શિક્ષકો ધવલભાઈ પટેલ, હેતલબેન પરમાર, જીજ્ઞાકુમારી પંડ્યા વગેરેએ સરસ સહયોગ આપ્યો હતો. આયોજન કરવામાં આચાર્ય હંસાબેન પટેલે ઉત્સાહથી સહકાર આપ્યો હતો.